સંજય રાઉત પર ઈડીની કાર્યવાહી વચ્ચે પીએમ મોદી અને શરદ પવારની મુલાકાત

મહારાષ્ટ્રમાં શિવસેના પ્રવકતા સંજય રાઉતના પર ઈડીના કાર્યવાહીના કારણે ગરમાયેલા રાજકારણ વચ્ચે આજે એનસીપી પ્રમુખ શરદ પવાર અને પીએમ મોદી વચ્ચે મુલાકાત થઈ છે.
બંને વચ્ચે 20 મિનિટ સુધી સંસદના પીએમ કાર્યલયમાં બેઠક ચાલી હતી અને તેને લઈને અટકળો તેજ બની છે. જોકે એવુ કહેવાઈ રહ્યુ છે કે, દેશમાં વધતી જતી મોંઘવારીને લઈને શરદ પવારે પીએમ મોદી સમક્ષ રજૂઆત રી હતી.
જોકે સંજય રાઉત પરની કાર્યવાહીના ગણતરીના કલાકોમાં આ મુલાકાત થઈ હોવાથી અટકળો સર્જાવી સ્વાભાવિક છે. શરદ પવારે જોકે સાંજે ચાર વાગ્યે પત્રકાર પરિષદ બોલાવી છે અને તેમાં તેઓ આ બેઠક અંગે ખુલાસો કરી શકે છે.
આ પહેલા મંગળવારે રાત્રે શરદ પવારના નિવાસ સ્થાન પર યોજાયેલા ડિનરમાં ભાજપના દિગ્ગજ નેતાઓ પણ સામેલ થયા હતા અને આજે શરદ પવાર પીએમ મોદીને મળવા માટે પહોંચ્યા હતા.
મહારાષ્ટ્રમાં સરકારમાં સામેલ પાર્ટીના નેતાઓ સામે એક પછી એક કાર્યવાહી કેન્દ્ર સરકારની એજન્સીઓ દ્વારા થઈ રહી હોવાથી શરદ પવાર આ મુદ્દે પીએમ મોદીને મળ્યા હોવાનુ મનાઈ રહ્યુ છે.