21/05/2022

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "


Warning: sprintf(): Too few arguments in /home/gujaratb/domains/gujaratbureau.com/public_html/wp-content/themes/newsphere/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 254

ફરી દૂધના ભાવ વધવાની તૈયારી : અમૂલના MDએ આપ્યા સંકેત

હાલમાં જ માર્ચની 1લી તારીખે જ અમૂલ દુધનાં ભાવમાં 2 રૂપિયા પ્રતિ લિટર વધારો થયો હતો. ખાદ્યપદાર્થોથી લઈને પેટ્રોલ અને ડીઝલ સુધીના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલાથી જ મોંઘવારીથી ત્રસ્ત દેશની સામાન્ય જનતાને આમાંથી રાહત મળવાની આશા નથી. બીજા શબ્દોમાં કહીએ તો, અત્યારે જનતાને મોંઘવારીનો વધુ એક આંચકો મળવાનો છે. આ અંગેનો પ્રથમ સંકેત અમૂલના એમડી RS સોઢીએ આપ્યો છે. સોઢીના નિવેદનથી ખાતરી છે કે, દૂધ ગ્રાહકોને ટૂંક સમયમાં વધુ એક મોટો ઝટકો લાગવાનો છે.

મોંઘુ થઈ શકે છે અમૂલ દૂધ

તાજેતરમાં જ અમૂલનું દૂધ મોંઘું થયું હતું અને હવે ફરી એકવાર તેમાં વધારો થવાની સંભાવના છે. કંપનીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દૂધની કિંમતમાં વધારો કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. કંપનીના એમડી આરએસ સોઢીએ જણાવ્યું હતું કે કિંમતો બિલકુલ ઘટશે નહીં, પરંતુ આ કિંમત વધુ ઉપર જવાની છે. આ પહેલા 1 માર્ચ 2022ના રોજ અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લિટર 2 રૂપિયાનો વધારો કર્યો હતો. હવે આ વખતે તેની કિંમતમાં કેટલો વધારો થશે, તે હજુ સ્પષ્ટ થયું નથી. જેનું ભારણ આમ જનતાને ભોગવાનું રહેશે.

અમૂલના એમડી આરએસ સોઢીએ કહ્યું કે,અમૂલ અને ડેરી સેક્ટર દ્વારા કરવામાં આવેલ વૃદ્ધિ હજુ પણ અન્યની તુલનામાં અથવા ઈનપુટ કોસ્ટમાં વધારાની સરખામણીમાં ખૂબ જ મર્યાદિત છે.

સતત વધતા ખર્ચ

સોઢીએ જણાવ્યું હતું કે, ઊર્જાના ભાવ ત્રીજા કરતા વધુ વધી ગયા છે, જેના કારણે કોલ્ડ સ્ટોરેજની કિંમતમાં વધારો થયો છે. આ સ્તરેથી લોજિસ્ટિક ખર્ચમાં પણ સતત વધારો થયો છે અને આ સાથે જ પેકેજિંગ મોંઘું બન્યું છે.

આ મુખ્ય કારણો છે જેના કારણે અમને દૂધના ભાવમાં વધારો કરવાની ફરજ પડી હતી. તે જ સમયે, પરિસ્થિતિ હજુ પણ ખૂબ સારી નથી, અને દૂધના ભાવમાં વધારો થઈ શકે છે. તેમણે કહ્યું કે સહકારી સંઘે છેલ્લા બે વર્ષમાં અમૂલ દૂધના ભાવમાં આઠ ટકાનો વધારો કર્યો છે. 

Leave a Reply

Your email address will not be published.