20/05/2022

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "


Warning: sprintf(): Too few arguments in /home/gujaratb/domains/gujaratbureau.com/public_html/wp-content/themes/newsphere/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 254

 કોરોનાના સૌથી ખતરનાક ઓમિક્રોન XE વેરિયન્ટની ભારતમાં એન્ટ્રી

વિશ્વમાં ફરી કોરોનાનો કહેર વર્તાવી રહેલ ઓમિક્રોનના XE વેરિયન્ટથી ભારતમાં પણ તારાજી સર્જાઈ શકે છે તેવી આશંકા વચ્ચે દેશમાં ઓમિક્રોન XEનો પ્રથમ કેસ નોંધાયો છે.

અહેવાલ અનુસાર ભારતમાં ઓમિક્રોન XEનો પ્રથમ કેસ નોંધાયો છે. મહારાષ્ટ્ર રાજ્યના મુંબઈમાં કોરોનાનો આ સંક્રમિત દર્દી જોવા મળ્યો છે.

કોરોના સંક્રમિત દર્દી ઓમિક્રોન XE વેરિયન્ટનો છે તેવી પુષ્ટિ બીએમસી કમિશનર ઈકબાલ સિંહ ચહલે બુધવારે કરી છે. તેમણે કહ્યું કે પરીક્ષણ કરાયેલા 376 નમૂનાઓમાંથી 230 મુંબઈના રહેવાસી હતા.

“જિનોમ સિક્વન્સિંગ લેબમાં પરીક્ષણની આ 11મી બેચ હતી. 230માંથી 228 નમૂનાઓ ઓમિક્રોનના છે. બાકી સેમ્પલમાં એક કપ્પા વેરિઅન્ટ અને એક XE વેરિઅન્ટનો દર્દી છે. નવા વેરિયન્ટના દર્દીઓની સ્થિતિ ગંભીર નથી, ” BMC કમિશનરે કહ્યું.

વૈજ્ઞાનિકો અને રિસર્ચરના મત અનુસાર ઓમિક્રોન વેરિઅન્ટના સ્ટ્રેઈનનું આ મ્યુટેશન, XE વેરિઅન્ટ ઓમિક્રોન મ્યુટેશન કરતાં 10 ગણું વધુ ટ્રાન્સમિસિબલ(સંક્રમણ કરનાર) હોઈ શકે છે.

કોરોના મહામારી ભારતમાંથી વિદાય લઇ રહી હતી તેવા સંજોગોમાં મુંબઇમાં એક મહિલાને કોરોનાનો નવો સબ વેરિએન્ટ ગણાતા  XE સંક્રમણ થયું હોવાના સમાચારથી સનસનાટી વ્યાપી ગઇ હતી. બીએમસીએ બુધવારે સાંજે આ માહિતી આપતા લોકોને ચોથી લહેર આવવાનો ડર સતાવવા લાગ્યો હતો.  

જો કે પ્રાપ્ત માહિતી અનુસાર કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા XE વેરિએન્ટ હોવાની પુષ્ટિ કરવામાં નહી આવતા નવા વેરિએન્ટ અંગેનું સસ્પેન્સ શરુ થયું છે. અગાઉ થોડાક કલાક પહેલા બીએમસી દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે 50 વર્ષની એક મહિલાને નવા XE વેરિએન્ટથી સંક્રમણ થયું હતું. એટલું જ નહી આ મહિલા અગાઉ વેકિસનના બંને ડોઝ પણ લીધા હતા.

બીએમસીના દાવા પછી કેન્દ્રનું આરોગ્ય મંત્રાલય અને રોગ નિષ્ણાતો સચેત બની ગયા હતા. એવું માનવામાં આવે છે કે નમૂના સંબંધી ફાઇલને XE વેરિએન્ટ ગણવામાં આવે છે. આ સંસ્કરણનું જીનોમિક બંધારણ XE સંસ્કરણની જીનોમિક તસ્વીર સાથે સંબંધિત નથી.

જાણો, કોરોનાનો નવો XE વેરિએન્ટ કેટલો ખતરનાક 

વિશ્વ આરોગ્ય સંસ્થાનું માનવુ છે કે XE વેરિએન્ટ ઓમિક્રોન વેરિએન્ટના બે સ્ટ્રેન્સ BA.1 અને BA.2 થી બન્યો છે. આથી આ વેરિઅન્ટને ખતરનાક માનવામાં આવે છે. XE વેરિએન્ટ ઓમિક્રોનની સરખામણીમાં 10 ગણી વધારે ઝડપે સંક્રમણ ફેલાવે છે. આ વેરિએન્ટનો પ્રથમ કેસ 19 જાન્યુઆરીએ યુકેમાં જોવા મળ્યો હતો. ઓમિક્રોન ઝડપથી ફેલાતો હતો પરંતુ અત્યંત ખતરનાક ન હતો એવી આશા XE વેરિએન્ટ બાબતે પણ રાખવામાં આવે છે પરંતુ હજુ સુધી સાબીત થયું નથી. 

Leave a Reply

Your email address will not be published.