અમરનાથ યાત્રા આ તારીખથી થશે શરુ, જાણો શ્રદ્ધાણુ ક્યારથી કરી શકે છે રજીસ્ટ્રેશન

કોરોનાના કારણે બે વર્ષ રાહ જોનારા યાત્રાળુઓ માટે સારા સમાચાર છે. અમરનાથ યાત્રા ફરીથી શરુ થઇ ગઇ છે. શ્રી અમરનાથ શ્રાઈન બોર્ડ (SASB) એ બુધવારે માહિતી આપી છે કે, અમરનાથ યાત્રા કરવા ઈચ્છતા શ્રદ્ધાળુઓને જાણ કરવામાં આવે છે કે, અમરનાથજી યાત્રા 2022 માટે એડવાન્સ રજીસ્ટ્રેશન 11 એપ્રિલથી શરૂ થશે. જેમાં 20 હજાર યાત્રાળુઓનું જ રજીસ્ટ્રેશન થઇ શકશે.આ સિવાય અમરનાથ યાત્રા માટે 75 વર્ષથી મોટા અને 13 વર્ષથી નાના બાળકોને અનુમતિ નહિ મળી શકે. આ સાથે જ દોઢ મહિનાથી વધુનો સમય થઇ ગયો હોય તેવા ગર્ભવતિ મહિલાઓ પણ યાત્રા નહીં કરી શકે.
વાસ્તવમાં દર વર્ષે સાવન મહિનામાં ભક્તો બાબા અમરનાથની પવિત્ર ગુફામાં બાબા બફરનીના દર્શન કરવા જાય છે. અહીં ભગવાન શિવે માતા પાર્વતીને અમરત્વની વાર્તા સંભળાવી હતી.
જેમાં 5 પ્રકારના રજીસ્ટ્રેશન થશે

અમરનાથ યાત્રા માટે કુલ 5 પ્રકારના રજીસ્ટ્રેશન થશે. જેમાં પ્રથમ- એડવાન્સ રજીસ્ટ્રેશન, બીજી- ઑનલાઇન રજીસ્ટ્રેશન, ત્રીજી- ગૃપ રજીસ્ટ્રેશન, ચોથી- NRI રજીસ્ટ્રેશન અને પાંચમી- સ્થળ પર એટલે કે ઑનસ્પોટ રજીસ્ટ્રેશન.
અમરનાથ યાત્રા કરવા માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયામાં તમારે કેટલાક દસ્તાવેજો ફરજિયાત આપવાના રહેશે. આ માટે આપેલ ફોર્મેટમાં અરજી ભરવાની રહેશે. આ સિવાય તમારે ડૉક્ટર અથવા તબીબી સંસ્થા તરફથી મેડિકલ સર્ટિફિકેટ, 4 પાસપોર્ટ સાઇઝના ફોટા નિયત સમયમાં જમા કરાવવાના રહેશે.
રજીસ્ટ્રેશન ફી
આ રજીસ્ટ્રેશન J&K બેંક, યસ બેંક અને PNBની શાખાઓમાં કરી શકાય છે. હાલમાં, રજીસ્ટ્રેશન ફી કેટલી હશે તેની માહિતી આપવામાં આવી નથી. જોકે પહેલા તેની કિંમત 150 રૂપિયા હતી.