01/10/2022

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "


Warning: sprintf(): Too few arguments in /home/gujaratb/domains/gujaratbureau.com/public_html/wp-content/themes/newsphere/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 254

PM મોદી સોમનાથ ટ્રસ્ટની બેઠક પૂર્ણ કરી માતા હીરાબાના આશીર્વાદ લીધાં, બાદમાં સાથે ખીચડી ખાધી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે છે. ત્યારે સવારથી રાત સુધી અનેકવિધ કાર્યક્રમમાં તેમણે હાજરી આપી હતી. છેલ્લે રાજભવન ખાતે સોમનાથ મંદિર ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપીને તેઓ તેમના માતા હીરાબાને મળવા માટે રાયસણ પહોંચ્યા હતાં. મા હીરાબાના આશીર્વાદ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી માતા સહિતના પરિવાર સાથે જમ્યાં હતાં. વડાપ્રધાન મોદીએ બા સાથે એક કલાક કરતાં વધારે સમય ગાળ્યો હતો.

99 વર્ષીય હીરાબા રાયસણ ખાતે દીકરા પંકજભાઈના સાથે રહે છે
વડાપ્રધાન મોદીના માતા હીરાબા સહિતનો પરિવાર રાયસણ ખાતેનાં વૃંદાવન બંગ્લોઝમાં રહે છે. ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને હાલ દેશનાં વડાપ્રધાનનું પદ શોભાવી રહેલા નરેન્દ્ર મોદીનાં માતા હીરાબા તથા ભાઇ પંકજભાઇ સહિતનો પરિવાર વર્ષોથી સેક્ટર 22માં આવેલા સરકારી મકાનમાં રહેતા હતા. ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકેનાં કાર્યકાળ દરમિયાન પણ હીરાબા સહિતનો પરિવાર એક સામાન્ય પરિવારની જેમ કોઇ પણ જાતની વિશેષ સુવિધા વગર સરકારી મકાનમાં રહેતો હતો. મોદી વડા પ્રધાન બન્યા બાદ તેના પરિવારની સુરક્ષા અંગે પણ ચર્ચા જાગી હતી. ત્યારબાદ પરિવાર ત્યાં શિફ્ટ થયો હતો.

ઉત્તરપ્રદેશ સહિત 4 રાજ્યમાં ભાજપની જીત
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે. 4 રાજ્યોમાં જ્વલંત વિજય મેળવ્યા બાદ તેઓ પ્રથમવાર ગુજરાતના પ્રવાસે છે. 10 મહિના બાદ ગુજરાત આવેલા વડાપ્રધાન મોદીએ આખો દિવસ વિવિધ કાર્યક્રમોમાં વ્યસ્ત રહ્યા હતા. જો કે હંમેશા તેઓ ગુજરાત આવે ત્યારે પોતાના માતા હીરાબાને મળવા માટે પહોંચતા જ હોય છે. મોટે ભાગે તેઓ સાંજ પછી જ માતાને મળવા માટે જતા હોય છે. આ શિરસ્તો તેમણે આ પ્રવાસમાં પણ જાળવી રાખ્યો હતો. તેઓ રાત્રે સાડા આઠ વાગ્યે માતાને મળવા માટે પહોંચ્યા હતા.

મોદી 2 વર્ષથી માતાના આશીર્વાદ લઈ શક્યા ન હતા
વડાપ્રધાન ગુજરાત આવે ત્યારે માતાના આશીર્વાદ લેવા પહોંચતા હોય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી તેઓ માતાના મળી શક્યા ન હતાં. આજે (11 માર્ચે) રાતે તેઓ તેમના ભાઇ પંકજ મોદીના ઘરે ગાંધીનગર ખાતે રહેતા હીરા બાને મળવા માટે પહોંચ્યા હતા. રાતનું ભોજન પણ માતા સાથે જ લીધું હતું. આ ઉપરાંત તેમણે માતાના આશીર્વાદ પણ પ્રાપ્ત થયા હતા. કોરોના કાળમાં તેઓએ માતાને મળી શક્યા નહોતા. જેના કારણે આજે લાંબા સમય બાદ માતા સાથે મુલાકાત કરી હતી. તેમના આશીર્વાદ પણ લીધા હતા. અત્રે નોંધનીય છે કે, ગુજરાતમાં જ્યારે પણ આવે ત્યારે તેઓ માતાની મુલાકાત લેતા હોય છે.

માતાના આશીર્વાદ લઈને તેમની સાથે વાતચીત કરી હતી

માતાના આશીર્વાદ લઈને તેમની સાથે વાતચીત કરી હતી

રોડ શો બાદમાં સરપંચ સંમેલન સહિતના કાર્યક્રમ
આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ આવ્યા છે. એરપોર્ટથી ગાંધીનગર પ્રદેશ ભાજપના કાર્યાલય કમલમ સુધી 10 કિ.મી.ના રોડ-શોમાં કર્યો હતો. ત્યારબાદ કમલમ ખાતે ધારાસભ્યો-સાંસદો તથા ભાજપના પદાધિકારીઓ સહિતની સાથે બેઠક યોજી હતી. તો જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે સરપંચ સંમેલન યોજ્યું હતું. જેમાં રાજ્યભરના સરપંચ અને જિલ્લા પંચાયતના સભ્યોને સંબોધ્યા હતા. ત્યારબાદ રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠકમાં હાજરી આપી હતી.

ખેલ મહાકુંભ, રક્ષાશક્તિ યુનિ.નો દીક્ષાંત સમારોહમાં પણ મોદી જશે
વડાપ્રધાનના નરેન્દ્ર મોદીના બે દિવસના સંભવિત કાર્યક્રમો મુજબ 12 માર્ચના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવરંગપુરા સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભનો આરંભ કરાવશે. આની સાથોસાથ વડાપ્રધાન રક્ષાશક્તિ યુનિવર્સિટીના દીક્ષાંત સમારોહમાં ઉપસ્થિત રહી દીક્ષાંત પ્રવચન પણ આપશે. દોઢ દિવસના ગુજરાતના પ્રવાસમાં વડાપ્રધાનના હસ્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા રિવરફ્રન્ટ પાલડી નજીક તૈયાર કરાયેલા સ્પોર્ટસ કોમ્પલેક્સ તથા પશ્ચિમ અને પૂર્વ ફ્રન્ટને જોડતા વોક-વેનું પણ લોકાર્પણ કરવામાં આવશે.

વડાપ્રધાનની અધ્યક્ષતામાં રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ

વડાપ્રધાનની અધ્યક્ષતામાં રાજભવન ખાતે સોમનાથ ટ્રસ્ટની બેઠક યોજાઈ

એક વર્ષ પહેલાં મોદી અમદાવાદ આવ્યાં પણ માતાને ન મળી શક્યાં
ભારતની આઝાદીના 75મા વર્ષે અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણીમાં વડાપ્રધાન મોદી ભાગ લેવા એક વર્ષ અગાઉ આવ્યા હતા. ત્યારે ગાંધી આશ્રમમાં કાર્યક્રમ પૂરો કર્યા બાદ પ્રધાનમંત્રી હીરાબાની મુલાકાત લેવા જાય તેવી શક્યતા હતી. પંરતુ સમયના અભાવે કાર્યક્રમ પૂરો થયા બાદ પીએમ મોદી દિલ્હી રવાના થયા હતા. ઉલ્લેખનીય છે ત્યારે 98 વર્ષના હીરાબાએ કોરોનાની વેક્સિનનો ડોઝ લીધો હતો.

સરદાર પટેલ સ્ટેડિયમથી લઇ એરપોર્ટ સુધી 3697 પોલીસ કર્મીઓનુ અભેદ કવચ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે (12મી માર્ચ)ના રોજ નવરંગપુરા સ્ટેડિયમ ખાતે ખેલ મહાકુંભના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. જેથી ખેલ મકાકુંભમાં ખેલ જગત સાથે જોડાયેલા લોકો મોટી સંખ્યામાં જોડાશે. સ્ટેડિયમથી એરપોર્ટ સુધી અભેદ લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 3697 પોલીસ કર્મીઓ બંદોબસ્તમાં જોડાશે. સરદાર પટેલ સ્ટેડિયમ પર 1 આઇજી, 5 ડીસીપી, 9 એસીપી, 35 પીઆઇ, 157 પીએસઆઇ, 615 પોલીસકર્મીઓ મળી કુલ 822 પોલીસકર્મીઓ તૈનાત રહેશે. જ્યારે એરપોર્ટથી લઇ રોડ પર એક એક આઇજી, આઠ ડીસીપી, 14 એસીપી, 41 પીઆઇ, 110 પીએસઆઇ અને પોલીસકર્મીઓ હાજર રહેશે. આમ મોટી સંખ્યામાં પોલીસ હાજર રહેશે.

Leave a Reply

Your email address will not be published.