PayTm પેમેન્ટ બેંકને નવા ગ્રાહકો નહિ જોડવા RBIની સૂચના

દેશની ડીજીટલ પેમેન્ટ સીસ્ટમ, રોકાણ, નાણાકીય સેવાઓ ક્ષેત્રે સૌથી મોટી કંપની PayTmને આજે મોટો ઝટકો લાગ્યો છે. દેશના બેન્કિંગ રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બેંકના સુપરવિઝન દરમિયાન કેટલીક ચિંતાજનક અને વાંધાજનક બાબતો મળી આવતા PayTm પેમેન્ટ બેંક સેવાઓમાં નવા ગ્રાહકો ન્વ્હી જોડવા માટે સુચના આપી છે.
રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર તાત્કાલિક ધોરણે અમલમાં આવે એ રીતે આ સૂચનાનું પાલન કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. પેટીએમ પેમેન્ટ બેંક પાસે લગભગ આઠ કરોડ જેટલા ગ્રાહકો છે. રિઝર્વ બેન્કે પેટીએમને તેની આઈટી સીસ્ટમનું ઓડીટ કરવા માટે, આ ઓડીટ માટે એક કંપનીની નિમણુક કરવા માટે પણ સુચના આપવામાં આવી છે. રિઝર્વ બેંક આ ઓડીટના આધારે નિર્યણ લઇ ભવિષ્યમાં નવા ગ્રાહકો જોડવા કે નહી તેના અંગે ફેરવિચારણા કરશે.
વિજય શેખર શર્મા દ્વારા સ્થાપવામાં આવેલી વન૯૭ કોમ્યુનિકેશન લીમીટેડ પેટીએમની વિવિધ સેવાઓ ચલાવે છે ને તેમાં પેટીએમ વોલેટ અને પેટીએમ પેમેન્ટ બેંક પણ તેની પેટા કંપની છે. ગત વર્ષે કંપનીએ રૂ.૨૧૫૦ના ભાવે ઇસ્યુ બહાર પાડી રૂ.૧૮,૩૦૦ કરોડનો પબ્લિક ઇસ્યુ કર્યો હતો જેમાં રોકાણકારોને આજ સુધી વળતર મળી રહ્યું નથી. શેરનો ભાવ મહત્તમ ભાવ રૂ.૧૯૬૧ પહોંચ્યો હતો અને આજનો બંધ ભાવ રૂ.૭૭૪.૮૦ રહ્યો છે.