20/05/2022

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "


Warning: sprintf(): Too few arguments in /home/gujaratb/domains/gujaratbureau.com/public_html/wp-content/themes/newsphere/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 254

હવે મધર ડેરીનું દૂધ પણ થશે મોંઘુ, રવિવારથી આટલો ભાવ વધશે

– ફુલ ક્રીમ દુધનો ભાવ પ્રતિલીટરે રૂ.59 હશે

દિલ્હી-એનસીઆરમાં દૂધની સૌથી મોટી સપ્લાયર મધર ડેરી (Mother Dairy)નું દૂધ હવે મોંઘું થઈ ગયું છે. કંપનીએ દુધની કિંમતમાં લીટર દીઠ રૂપિયા 2નો વધારો કર્યો છે. 

પીટીઆઈના સમાચાર અનુસાર, દૂધની આ વધેલી કિંમત 6 માર્ચ એટલે કે, રવિવારથી લાગુ થશે. આ અગાઉ અમૂલ દુધનો દેશભરમાં 01 માર્ચથી 2 રૂપિયા પ્રતિલીટર ભાવ વધી ચૂક્યો છે. 

આ હશે દૂધના નવા ભાવ

મધર ડેરીના દુધના ભાવમાં વધારા(Mother Dairy Milk Costlier) બાદ રવિવારથી ફુલ ક્રીમ દુધનો ભાવ પ્રતિલીટરે રૂ.59 હશે. એ જ રીતે મધર ડેરીના ટોન્ડ દુધની કિંમત હવે 49 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે જ્યારે ડબલ ટોન્ડ દુધ 43 રૂપિયા પ્રતિ લીટરના હિસાબે આવશે. 

મધર ડેરીના ગાયના દૂધની કિંમત હવે પ્રતિ લીટર રૂ. 51 થશે અને મધર ડેરીના બૂથ પર ઉપલબ્ધ ટોન્ડ દૂધની કિંમત રૂ. 44ને બદલે રૂ. 46 પ્રતિ લીટર હશે.

Leave a Reply

Your email address will not be published.