શેરબજારમાં રોકાણ, વૈભવી કારની ખરીદી પર ITની નજર, આઈટી આવક પર 360 ડિગ્રીથી વોચ રાખે છે

ઓલ ગુજરાત ફેડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટ અને ઈન્ક્મ ટેક્સ બાર એસોસિએશને તાજેતરમાં અમદાવાદમાં ૩જી ટેક્સ કોન્ક્લેવનું આયોજન કર્યું હતું. ઇન્કમટેક્સ સીપીસીના ડાયરેક્ટર મેથ્યુએ જણાવ્યું હતું કે, કરદાતાના ડેટા પર 360 ડિગ્રીથી નજર રાખી શકાય તે માટે વિશેષ સોફ્ટવેરથી વ્યવસ્થા કરવામાં આવી છે. કરદાતાના ખર્ચ ઉપરાંત વૈભવી કારની ખરીદી, ક્રેડિટ કાર્ડ, મ્યુચ્યુઅલ ફંડમાં પાંચ લાખથી વધુ રોકાણ તેમજ શેરબજારમાં રોકાણ પર નજર રખાય છે.
આ કાર્યક્રમમાં ઓલ ગુજરાત ફૅડરેશન ઓફ ટેક્સ કન્સલ્ટન્ટના પ્રેસિડેન્ટ કાર્તિકે બી. શાહ, ચેરમેન હિરેન વકીલ તેમજ ઈન્ક્મ ટેક્સ બાર એસોસિએશનના પ્રેસિડેન્ટ મૃદાંગ એચ વકીલ અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત આઇટીએટીના પ્રેસિડેન્ટ જી. એસ. પન્નુએ કરદાતાઓ યોગ્ય રીતે રિટર્ન ફાઇલિંગની માહિતી આપી હતી. આ પ્રસંગે તેમણે ટેકસ ગુજરી પુસ્તિકાનું વિમોચન કર્યું હતું.