રેલવેનો 1 માર્ચથી અમદાવાદથી જતી ટ્રેનોમાં 1 જુલાઈથી જનરલ કોચ જોડવાનો નિર્ણય

કોરોનાના કેસ ઘટ્યા બાદ અનેક સ્પેશિયલ ટ્રેનોનો ટેગ હટાવી તમામ ટ્રેનોને રેગ્યુલર કર્યા બાદ રેલવે બોર્ડે 28 ફેબ્રુઆરીથી કોરોના પહેલાંની સ્થિતિએ તમામ ટ્રેનોમાં જનરલ કોચ લગાવવાનો આદેશ આપ્યો હતો. જો કે, આ આદેશ બાદ પણ હજુ ચાર માસ(30 જૂન)સુધી જનરલ કોચમાં પણ સીટિંગ રિઝર્વેશન સાથે જ મુસાફરી કરવી પડશે અને 1 જુલાઈથી અમદાવાદની તમામ ટ્રેનોમાં જનરલ કોચનો લાભ મળી શકશે.
ટ્રેનોમાં જનરલ કોચની સુવિધા શરૂ કરવાના રેલવે બોર્ડના આદેશ બાદ પશ્ચિમ રેલવેએ અમદાવાદ સહિત પશ્ચિમ રેલવેની ટ્રેનોમાં 1 જુલાઈથી જનરલ કોચની સુવિધાની જાહેરાત કરી છે. રેલવેના નિયમ મુજબ પેસેન્જરો 120 દિવસ પહેલાં એડવાન્સ રિઝર્વેશન કરાવી શકે છે.