21/05/2022

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "


Warning: sprintf(): Too few arguments in /home/gujaratb/domains/gujaratbureau.com/public_html/wp-content/themes/newsphere/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 254

અમદાવાદમાં PSIની પરીક્ષા સ્થળની આસપાસ ચારથી વધુ વ્યક્તિઓ ભેગા નહીં થઈ શકે, ઝેરોક્ષની દુકાનો બંધ રાખવા સૂચના

આવતી કાલે 6 માર્ચે PSIની લેખિત પરીક્ષા યોજાશે

  • પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ અથવા તો ઈલેક્ટ્રિક ગેઝેટ લઈ જવા પર પ્રતિબંધ

રાજ્યમાં PSIની લેખિત પરીક્ષા આવતીકાલે 6 માર્ચે યોજાશે. PSI માટે 4.50 લાખમાંથી 96,243 ઉમેદવારોએ પરીક્ષા પાસ કરી હતી. જેમની આવતીકાલે 6 માર્ચે પ્રિલિમનરી પરીક્ષા યોજાશે. આ પરીક્ષા માટે પોલીસ કમિશ્નર દ્વારા ખાસ સૂચના આપવામાં આવી છે. પોલીસ કમિશ્નરે પરીક્ષા સ્થળની આસપાસ ખાસ પ્રતિબંધો મુકી દીધાં છે.

પરીક્ષા કેન્દ્રમાં મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ
પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થાનું પાલન થાય તે માટે અમદાવાદ શહેરમાં ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ કમિશ્નરે પરીક્ષા દરમિયાન કોઈ ગેરરીતી ના થાય તે માટે પરીક્ષા કેન્દ્રની આસપાસની ઝેરોક્સ સહિતની દુકાનો બંધ રાખવા સૂચના આપી છે. તે ઉપરાંત પરીક્ષા કેન્દ્રમાં કોઈ મોબાઈલ અથવા તો ઈલેક્ટ્રિક ગેઝેટ લઈ જવા પર પણ પ્રતિબંધ લગાવ્યો છે. પરીક્ષા કેન્દ્રની આસપાસ 100 મીટરમાં ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ ભેગા થવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.

હૂકમનો ભંગ કરનાર વિરૂદ્ધ કાર્યવાહી કરાશે
પોલીસ કમિશ્નરનો આ હૂકમ ફરજ પર રહેલા પોલીસદળ તથા હોમગાર્ડના માણસો તથા પરીક્ષા અનુસંધાને ફરજ પરના અધિકારીઓ અને કર્મચારીઓને લાગુ પડશે નહીં. તમામ પરીક્ષાર્થીઓએ તેમજ પરીક્ષાની કામગીરીમાં રોકાયેલ તમામ અધિકારીઓ અને કર્મચારીઓએ ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે તથા સોશિયલ ડીસ્ટન્સ જાળવવાનું રહેશે. આ હૂકમનો ભંગ કરનાર જાહેરનામા ભંગના ગુના મુજબ શિક્ષાને પાત્ર થશે.

PSIમાં કેટલી જગ્યા માટે ભરતી
PSIમાં 1382 પદ માટે આ ભરતી બહાર પાડવામાં આવી છે, જેમાં બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટરની 202 જગ્યા છે. બિનહથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) માટે 98 જગ્યા છે. હથિયારી પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ)ની 72 જગ્યા, ઇન્ટેલિજન્સ ઓફિસર (પુરુષ) 18, ઇન્ટેલિજન્સ ઓફિસર (મહિલા) 9, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (પુરુષ) 659, બિનહથિયારી મદદનીશ સબ-ઇન્સ્પેક્ટર (મહિલા) 324 જગ્યા છે. આ પ્રકારે કુલ 1382 જગ્યાઓની જાહેરાત કરવામાં આવી છે. આ માટે અંદાજે 4 લાખથી પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે.

Leave a Reply

Your email address will not be published.