સ્વચ્છભારત મિશન અંતર્ગત, અમદાવાદ માં ૧ જુન સુધીમાં ઘર દીઠ મ્યુનિ.તંત્ર બે ડસ્ટબીન આપશે

થલતેજ ઉપરાંત ઘાટલોડિયા અને બોડકદેવ વોર્ડમાં વિતરણ શરુ કરાયું
સ્વચ્છ ભારત મિશન-૨.૦ અંતર્ગત અમદાવાદમાં ૧ જુન સુધીમાં મ્યુનિ.તંત્ર ૧૬.૫ લાખ રહેણાંક મિલકતમાં ઘર ભીના-સુકા કચરાને અલગ તારવવા માટે ઘર દીઠ બે ડસ્ટબીન મ્યુનિ.તંત્ર આપશે.આ માટે થનાર ખર્ચ કેન્દ્ર સરકાર આપશે.થલતેજ ઉપરાંત ઘાટલોડિયા અને બોડકદેવ વોર્ડમાં ડસ્ટબીનનું વિતરણ શરુ કરી દેવામાં આવ્યુ છે.
અમદાવાદ શહેરને એક વર્ષમાં દેશનું કલીનેસ્ટ સિટી બનાવવાની મ્યુનિ.ના બજેટમાં નેમ વ્યકત કરવામાં આવી છે.દરમ્યાન થોડા સમય પહેલા સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં આપવામાં આવેલી મંજુરી બાદ થલતેજ વોર્ડમાં અત્યાર સુધીમાં ૧૭ હજાર જેટલા ડસ્ટબીન આપવામાં આવ્યા છે.ઘાટલોડિયા વોર્ડમાં આઠ હજાર તથા બોડકદેવ વોર્ડમાં બે હજારથી વધુ ડસ્ટબીનનું વિતરણ કરવામાં આવ્યું છે.હાલમાં મ્યુનિ.તંત્ર પાસે એક લાખ જેટલા ડસ્ટબીન સ્ટોકમાં હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યુ છે.