PM મોદીની હાઈલેવલની મીટિંગમાં લેવાયો મોટો નિર્ણય; યુક્રેનથી ભારતીયોને લાવવા માટે 3 દિવસમાં 26 ફ્લાઈટ્સ મોકલવામાં આવશે

રશિયાની યુક્રેન પર છઠ્ઠા દિવસે પણ હુમલાઓ ચાલુ રાખ્યાં છે. આ વચ્ચે ઓપરેશન ગંગા અંતર્ગત યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાનું મિશન પણ ચાલી રહ્યું છે. ત્યારે આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે હાઈલેવલની મીટિંગ કરી. યુક્રેન મામલે આ બે દિવસમાં ચોથી મીટિંગ હતી.
વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ જણાવ્યું કે- PMએ યુક્રેનથી ભારતીયોને પાછા લાવવા માટે 3 દિવસમાં 26 ફ્લાઈટ્સ મોકલવાનો નિર્ણય કર્યો છે. ભારતીયોને એરલિફ્ટ કરવા માટે બુખારેસ્ટ અને બુડાપેસ્ટ ઉપરાંત પોલેન્ડ અને સ્લોવાકના એરપોર્ટનો પણ ઉપયોગ કરાશે.
શ્રૃંગલાએ જણાવ્યું કે- PM મોદીએ યુક્રેનમાં ભારતીય છાત્ર નવીન શેખરપ્પાના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમને વધુમાં જણાવ્યું કે અમે જ્યારે અમારી પહેલી એડવાઇઝરી જાહેર કરી હતી તે સમયે યુક્રેનમાં લગભગ 20,000 ભારતીય છાત્રહતા, ત્યારથી લગભગ 12,000 છાત્ર યુક્રેન છોડી ચુક્યા છે. બાકી વધેલા 40% છાત્રોમાંથી લગભગ અડધાં યુદ્ધ વિસ્તારમાં છે અને અડધાં યુક્રેનથી પશ્ચિમી બોર્ડર પહોંચી ગયા છે કે તે તરફ આગળ વધી રહ્યાં છે.
એર ઈન્ડિયાનું આઠમું વિમાન બુડાપેસ્ટથી દિલ્હી આવ્યું
યુક્રેનમાં ફસાયેલા 218 ભારતીયોને લઈને એર ઈન્ડિયાનું આઠમું વિમાન હંગેરીના બુડાપેસ્ટથી નવી દિલ્હી પહોંચ્યું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ યાત્રિકોને રિસીવ કર્યા. આ પહેલાં એર ઈન્ડિયાની 7મી ફ્લાઈટ 182 ભારતીયોને લઈને મુંબઈ પહોંચ્યું હતું. ઓપરેશન ગંગા અંતર્ગત અત્યાર સુધીમાં 8 ફ્લાઈટ્સથી કુલ 1,836 ભારતીયોને દેશ પરત લાવવામાં આવ્યા છે.
સ્પાઈસજેટના વિમાનની સાથે વિશેષ દૂત તરીકે જશે કિરેન રિજિજૂ
સ્પાઈસજેટ પણ યુક્રેનમાં ફસાયેલા ભારતીય નાગરિકોને પરત લાવવા માટે એક વિમાન સ્લોવાકિયાના કોસિસે મોકલી રહ્યાં છે. કેન્દ્રીય કાયદા મંત્રી કિરેન રિજિજૂ ભારત સરકારના વિશેષ દૂત તરીકે કોસિસે પહોંચી રહ્યાં છે.
સ્લોવાકિયા માટે રવાના થતાં પહેલાં કેન્દ્રીય મંત્રીએ કહ્યું- સ્લોવાકિયા માટે નીકળી રહ્યો છું, ત્યાં જે ઓપરેશન હશે તેનું સમન્વય કરીશું અને PM મોદીનો સંદેશ ત્યાંના વડાપ્રધાનને સોંપીશું. ત્યાંની સરકારના સહયોગ વગર આ ઓપરેશન મુશ્કેલ હશે. અમારા રાજદૂત સતત કામ કરી રહ્યાં છે.
PMએ એરફોર્સને બોલાવ્યાં
યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને કાઢવા માટે ભારતીય વાયુ સેનાની મદદ લેવામાં આવી રહી છે. વડાપ્રધાન મોદીએ એરફોર્સને ઓછામાં ઓછા સમયમાં વધુને વધુ લોકોને મદદનું કહેવાયું છે. ભારતીય વાયુસેના આજેથી ઓપરેશન ગંગામાં C-17 વિમાન તહેનાત કરશે. એરફોર્સે યુક્રેનથી ભારતીય નાગરિકોને એરલિફ્ટની મંજૂરી આપી છે. હિંડન એરબેઝ પરથી C-17 ગ્લોબમાસ્ટર અને IL-16 ઉડાન માટે તૈયાર છે. આ વચ્ચે વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ કોવિંદ સાથે મુલાકાત કરી અને તેમને યુક્રેન સહિત વિભિન્ન મુદ્દે જાણકારી આપી.
ફિલિપિન્સથી કાબુલ સુધી સંજીવની બન્યું C-17 ગ્લોબમાસ્ટર
C-17 ગ્લોબમાસ્ટરે અફઘાનિસ્તાનમાં અશાંતિ દરમિયાન 640 લોકોને લઈને ઉડાન ભરી હતી. ભારતીય વાયુસેનાએ C-17 ગ્લોબમાસ્ટર વિમાનની મદદથી ભારતીયોને કાબુલથી બે ર એરલિફ્ટ કર્યા હતા. ભારત પાસે 11 C-17 ગ્લોબમાસ્ટર વિમાન છે. આ વિમાન પર રાઈફલ અને હથિયારોની ફાયરિંગની કોઈ અસર થતી નથી.