21/05/2022

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "

યુક્રેન યુધ્ધ હજુ શમ્યું નથી ત્યારે તાઇવાનમાં ભણકારા શરુ, જાણો, ચીને અમેરિકાને શું આપી ધમકી ?

ચીને અમેરિકાને ભારે કિંમત ચુકવવાની આપી છે ધમકી

વન ચાઇના અંર્તગત તાઇવાનને ચીન પોતાનો જ એક ભાગ માને છે

યુક્રેન માટે જે મમત્વ રશિયા ધરાવે છે તેવું જ તાઇવાન માટે ચીનનું વલણ છે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારે ચીન અને તાઇવાન વચ્ચે પણ સળવળાટ વધી રહયો છે. અમેરિકાની બાઇડન સરકારે તેની એક સુરક્ષા ટુકડીને તાઇવાનમાં મોકલતા ચીને અમેરિકાને ભારે કિંમત ચુકવવાની ધમકી આપી છે.

ચીને રશિયાના પૂટિન જેવી જ ભાષાનો પ્રયોગ કરતા કહયું છે કે અમેરિકા તાઇવાનની આઝાદી માટે સમર્થન આપતું રહેશે તો તેને ભારે કિંમત ચુકવવા તૈયાર રહેવું પડશે. નિષ્ણાતોનું માનવું છે કે જેવી રીતે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે તેવો જ દાખલો ચીન પણ બેસાડી શકે છે.

તાઇવાનમાં અમેરિકાનું ડેલિગેશન પહોંચતા ચીન ભડકયું 

એક ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર અમેરિકાના પૂર્વ જોઇન્ટ ચીફ ઓફ સ્ટાફ માઇક એડમિરલ (નિવૃત) મુલેનની અધ્યક્ષતમાં પાંચ સભ્યોનું એક પ્રતિનિધિમંડળ તાઇવાન પહોંચ્યું છે. તાઇવાનના વિદેશમંત્રી જોસેફ વૂ એ આ પ્રતિનિધિમંડળનું ઉષ્માભર્યુ સ્વાગત કર્યુ હતું. મૂલેન ઉપરાંત પૂર્વ અમેરિકી વિદેશમંત્રી માઇક પોમ્પિયો પણ તાઇવાન પહોંચી રહયા છે. મૂલેન અને પોમ્પિચો તાઇવાનના રાષ્ટ્રપતિ ત્સાઇ ઇંગ વેન સાથે બેઠક કરવાના છે. આ બેઠકથી ચીન ભડકી ગયું છે. 

અમેરિકા તાઇવાનને સમર્થન આપવા કોઇ પણ ને મોકલે તે વ્યર્થ જ છે – ચીનના વિદેશ પ્રવકતા 

અમેરિકા અને તાઇવાન વચ્ચેના સંબંધો મજબૂત થતા જાય છે. તેનાથી ચીન હંમેશા ચિંતિત રહે છે. તાઇવાનને ચીન પોતાનો જ એક ભાગ માને છે પરંતુ તાઇવાનના લોકો એવું માનતા નથી. યુક્રેન પર રશિયાએ હુમલો કર્યો એ જ દિવસે ચીને તાઇવાનના આકાશ ઉપરથી 9 ફાઇટર પ્લેન ઉડાડયા હતા.આથી ચીન તાઇવાન મુદ્વે ગંભીર પગલા તરફ આગળ વધી રહયું હોવાનું માનવામાં આવે છે. ચીની વિદેશ મંત્રાલયના પ્રવકતા વાંહ વેનબિને કહયું કે અમેરિકા તાઇવાનને સમર્થન આપવા કોઇ પણ ને મોકલે તે વ્યર્થ જ છે. અમેરિકાએ વન ચાઇના સિધ્ધાંતનું પાલન કરવા અપીલ કરીએ છીએ. 

Leave a Reply

Your email address will not be published.