28/01/2023

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "


Warning: sprintf(): Too few arguments in /home/gujaratb/domains/gujaratbureau.com/public_html/wp-content/themes/newsphere/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 254

યુક્રેન પર હુમલાનો છઠ્ઠો દિવસ :ખાર્કિવ પર રશિયાની એરસ્ટ્રાઈકમાં 13 લોકોનાં મોત, ટીવી ટાવર પર મિસાઈલ હુમલો; જેલેન્સ્કીએ કહ્યું- EU પુરવાર કરે કે તેઓ અમારી સાથે છે

 • ભારતીય વિદેશ સચિવ શ્રૃંગલાએ કહ્યું કે- આપણાં તમામ નાગરિકોએ કીવ છોડી દીધું છે
 • આવતીકાલે રશિયા-યુક્રેન વચ્ચે થશે બીજી બેઠક
 • રશિયાના હુમલો મોગલોએ રાજપૂત પર કર્યો હતો તેવો નરસંહાર છે- ભારતમાં યુક્રેનના રાજદૂત

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધનો આજે છઠ્ઠો દિવસ છે. રશિયન સેનાએ ખાર્કિવ અને કીવ વચ્ચે આવેલા ઓખ્તિરકા શહેરમાં આવેલા મિલિટ્રી બેઝ પર હુમલો કર્યો છે. આ હુમલામાં 70 યુક્રેની સૈનિકો માર્યા ગયા છે. તો રશિયન ફોર્સે કીવ, ખાર્કિવ અને ચેર્નિહાઈવમાં આર્ટિલરી (તોપ)થી હુમલા વધાર્યાં છે અને રહેણાંક વિસ્તારને નિશાન બનાવી રહ્યાં છે.

મીડિયા રિપોટ્સ મુજબ યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીતનો બીજો તબક્કો આવતીકાલે એટલે કે બુધવારે પોલેન્ડમાં થશે. જો કે તેનો સમય નથી જણાવવામાં આવ્યો.

મંગળવારે રાત્રે રશિયાએ કીવમાં ટીવી ટાવર્સ અને ખાર્કિવમાં સામાન્ય લોકોને નિશાન બનાવ્યા. ખાર્કિવ એરસ્ટ્રાઈકમાં 8 લોકોનાં મોત થયા છે. કીવના ટીવી ટાવર્સ પર મિસાઈલ અટેક કર્યો છે. અહીં 5 લોકોનાં મોત નિપજ્યા છે. બીજી તરફ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દેમિર જેલેન્સ્કીએ EU પાર્લામેન્ટમાં ભાષણ આપ્યું. તેમને કહ્યું- અમે અમારા અસ્તિત્વ માટે યુદ્ધ લડી રહ્યાં છીએ.

કીવમાંથી નીકળી ગયા તમામ ભારતીયઃ શ્રૃંગલા
ભારતીય વિદેશ સચિવ શ્રૃંગલાએ કહ્યું કે- આપણાં તમામ નાગરિકોએ કીવ છોડી દીધું છે, અમારી પાસે જે માહિતી છે તે મુજબ કીવમાં આપણાં એક પણ નાગરિક નથી, ત્યાંથી અમારો કોઈએ સંપર્ક કર્યો નથી. તેમને કહ્યું કે અમે ટૂંક સમયમાં જ આપણાં નાગરિકોને યુદ્ધ ક્ષેત્રમાંથી બહાર કાઢીશું અને નવીન શેખરપ્પાનો મૃતદેહ પરત લાવીશું, અમે આ અંગે ત્યાંના સ્થાનિક અધિકારીઓના સંપર્કમાં છીએ.

કીવના લોકોને રશિયાએ આપી ચેતવણી
રશિયાની સરકારી સમાચાર એજન્સી તાસના જણાવ્યા મુજબ રશિયાના રક્ષા મંત્રાલયે કીવના લોકોને ઘર છોડવાની ચેતવણી આપી છે. રશિયા હવે યુક્રેનની રાજધાની કીવ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યું છે.

નિષ્ણાતોનું કહેવું છે કે રશિયા આજે રાત્રે યુક્રેન પર મોટો હુમલો કરી શકે છે. કિવને રશિયાના સૈનિકોએ ઘેરી લીધું છે. આ તરફ કિવે પણ સ્પષ્ટપણે કહ્યું છે કે લોકો બહાર નીકળી જાય, નહીંતર આગળની સ્થિતિ માટે યુક્રેન જવાબદાર નહીં હોય.

પુતિનના વેક્સ સ્ટેચ્યુને હટાવવામાં આવ્યા

પેરિસના ગ્રેવિન વેક્સ મ્યૂઝિયમમાંથી પુતિનનું સ્ટેચ્યુ મંગળવારે હટાવાયું

પેરિસના ગ્રેવિન વેક્સ મ્યૂઝિયમમાંથી પુતિનનું સ્ટેચ્યુ મંગળવારે હટાવાયું

પેરિસના પ્રખ્યાત વેક્સ મ્યૂઝિયમ ગ્રેવિનમાંથી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વેક્સ સ્ટેચ્યૂને હટાવવામાં આવ્યાં છે. મંગળવારે તેના અલગ અલગ ભાગ કરીને સ્ટોરમાં રાખી દીધા છે. ખાસ વાત એ છે કે 2014માં જ્યારે રશિયાએ ક્રીમિયા પર હુમલો કર્યો હતો ત્યારે પણ સ્ટેચ્યૂને કેટલાંક લોકોએ તોડી નાંખ્યું હતું.

સોશિયલ મીડિયા પર રશિયાનો બોયકોટ
ફેસબુક, યૂટ્યૂબ અને ટિકટોકે રશિયાના મીડિયા આઉટલેટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. આ મુદ્દે ખાસ વાત એ છે કે ટિકટોકની પેરેન્ટ કંપની ચીનની છે અને રશિયા-યુક્રેનની જંગમાં ચીન અત્યાર સુધી રશિયાની નિંદા કરવાનું ટાળી રહ્યું છે. રશિયાને આ પ્રતિબંધથી ઘણું નુકસાન થશે, કેમકે તેમનો પક્ષ સોશિયલ મીડિયાની મદદથી દુનિયાના અન્ય દેશ સુધી નહીં પહોંચી શકે.

ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક કીવ છોડી દેવા જણાવ્યું
યુક્રેન પર રશિયાના હુમલાના છઠ્ઠા દિવસે રાજધાની કીવમાં નાગરિકો પરનો ખતરો વધુ ઘેરો બન્યો છે. યુક્રેનમાં ભારતીય દૂતાવાસે તમામ ભારતીય નાગરિકોને તાત્કાલિક કિવ છોડી દેવા જણાવ્યું છે. દૂતાવાસ દ્વારા જાહેર કરવામાં આવેલી ઈમર્જન્સી એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયોએ જે સ્થિતિમાં છે એ જ સ્થિતિમાં તરત જ શહેરની બહાર નીકળી જાય.

વિશ્વના ઘણા દેશો લશ્કરી સાધનો મોકલીને યુક્રેનને મદદ કરી રહ્યા છે. રશિયાએ આ દેશોને ચેતવણી આપી હતી કે જો આ લશ્કરી સાધનોનો ઉપયોગ રશિયા વિરુદ્ધ થશે તો તેને મોકલનારા દેશ જવાબદાર રહેશે. આ તરફ યુક્રેનના મિલિટરી બેઝ પર રશિયાની સેનાએ મોટો હુમલો કર્યો છે, જેમાં યુક્રેનના 70થી વધુ સૈનિકો માર્યા ગયા છે.

રશિયાના સૈન્ય હુમલામાં યુક્રેનના 70થી વધુ સૈનિકો માર્યા ગયા છે. ઓખ્તિરકા ખાતેના મિલિટરી બેઝને આર્ટિલરી (તોપ) વડે નિશાન બનાવવામાં આવ્યું હતું. ઓખ્તિરકા શહેર ખાર્કિવ અને કિવ વચ્ચે આવેલું છે.

ચીનનું વિચિત્ર નિવેદન
ચીને મંગળવારે એક અજીબ નિવેદન આપ્યું હતું. અમે યુદ્ધના કારણે યુક્રેનમાં મૃત્યુ પામેલા લોકોના મોતનો અફસોસ કરીએ છીએ, પરંતુ અમે એમ ન કહી શકીએ કે રશિયાએ યુક્રેનમાં ઘૂસણખોરી કરી છે. આ દરમિયાન મોસ્કો ટાઈમ્સે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને ટાંકીને જણાવ્યું હતું કે તેઓ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્ડોમિર જેલેન્સ્કી સાથે વાતચીત કરવા તૈયાર નથી. વાસ્તવમાં પુતિન એ વાતથી નારાજ છે કે યૂરોપીય દેશોએ પણ તેમના પર ખાનગી પ્રતિબંધો લગાવ્યા છે.​​​​​​​

જેલેન્સકીએ EU સંસદમાં ભાષણ આપ્યું
આ દરમિયાન યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કી બ્રસેલ્સમાં યુરોપી સંસદને સંબોધિત કરી રહ્યા છે. અહીં તેમણે કહ્યું કે હું તમને ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનુન કે ગુડ ઈવનિંગ કહી નહી શકું કારણ કે આ સારા દિવસો નથી. કેટલાય લોકો માટે આ અંતિમ દિવસ અને સંઘર્ષના દિવસો છે. રશિયા સતત મિસાઈલોથી અમારા દેશ પર હુમલા કરી રહ્યું છે. આ હુમલાઓમાં અમારા 16 બાળકોના મોત થયા છે. આ મિસાઈલો સામાન્ય માણસો પર પણ હુમલા થઈ રહ્યા છે.

યુકેના સંરક્ષણ મંત્રાલયે મંગળવારે બપોરે એક નિવેદન જાહેર કર્યું છે. “રશિયન સેનાએ તમામ યુક્તિઓ અજમાવી છે, પરંતુ તે કિવમાં આગળ વધવામાં સક્ષમ નથી. યુક્રેનની સેના અને સામાન્ય લોકો તેની સામે દિવાલ બનીને ઉભા રહ્યા છે. એટલા માટે રશિયન સેના હવે બંદૂકોનો ઉપયોગ કરી રહી છે. આ દરમિયાન દક્ષિણ કોરિયાએ યુરોપની જેમ પાંચ રશિયન બેંકો પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

યુક્રેનના ખાર્કિવમાં રશિયાના હુમલામાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. વિદેશ મંત્રાલયે આ જાણકારી આપી છે. મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ટ્વીટ કર્યું- અમે જણાવી રહ્યા છીએ કે ખાર્કિવમાં ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીએ જીવ ગુમાવ્યો એ ખૂબ જ દુઃખદ છે. મંત્રાલય વિદ્યાર્થીના પરિવાર સાથે વાતચીત કરી રહ્યું છે.

રશિયાની સેના યુક્રેનમાં આકાશમાંથી મિસાઇલ તો જ્યારે બીજી તરફ યુક્રેનનાં મોટાં શહેરોમાં તોપના ગોળા વરસાવી રહી છે. રશિયાની સેનાના આક્રમક હુમલાથી કિવ-ખાર્કિવ ધ્રુૂજી ઊઠ્યાં છે. રશિયન સેનાએ યુક્રેનનાં કેટલાંક શહેરોને ઘેરી પણ લીધાં છે. એમાં ખેરસન શહેરનો પણ સમાવેશ થાય છે. ખેરસન શહેરના મેયર, ઇગોર કોલયખાયેવે દાવો કર્યો છે કે રશિયન સૈન્યએ શહેરને બ્લોક કરી દીધું છે. મતલબ કે હવે કોઈપણ વ્યક્તિ શહેરમાં અંદર કે બહાર જઈ શકશે નહીં.

ભારતમાં યુક્રેનના રાજદૂતે PM મોદીને કરી અપીલ

ભારતમાં યુક્રેનના રાજદૂત ઈગોર પોલિખા

ભારતમાં યુક્રેનના રાજદૂત ઈગોર પોલિખા

યુક્રેનમાં રશિયાના હુમલા વચ્ચે એક ભારતીય વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે. જે બાદ ભારતે યુક્રેન અને રશિયાના રાજદૂતને બોલાવ્યાં હતા અને ઘટનાને લઈને વિરોધ વ્યક્ત કર્યો હતો. વિદેશ મંત્રાલયથી પરત આવ્યાં બાદ ભારતમાં યુક્રેનના રાજદૂત ઈગોર પોલિખાએ ભારતીય વિદ્યાર્થીના મોત પર સંવેદના વ્યક્ત કરી હતી. યુક્રેનના રાજદૂતે કહ્યું કે, “યુક્રેનના ખાર્કિવમાં માર્યા ગયેલા ભારતીય છાત્ર નવીન શેખરપ્પાના મોત પર હું દુઃખ વ્યક્ત કરું છું. પહેલાં સૈન્ય સ્થળો પર ગોળીબારી અને બોમ્બ ફેંકવામાં આવતા હતા પરંતુ હવે નાગરિક ક્ષેત્રોમાં પણ હુમલાઓ થઈ રહ્યાં છે. રશિયાના હુમલાને એક નરસંહાર ગણાવતા કહ્યું કે, આ બિલકુલ એ રીતનો નરસંહાર છે કે જેવો મોગલોએ રાજપૂત પર કર્યો હતો. અમે PM મોદી સહિત દુનિયાના તમામ મોટાં નેતાઓને પુતિન વિરૂદ્ધ આગળ આવવાની અપીલ કરી રહ્યાં છે. જેનાથી રશિયા દ્વારા કરવામાં આવતા હુમલાઓને અટકાવી શકાય.”

શક્તિશાળી સેનાને રોકી રહી છે યુક્રેનની સેના- રાજદૂત
ભારતમાં યુક્રેનના રાજદૂત પોલિખાએ વધુમાં કહ્યું કે, “રશિયાને યુક્રેનમાં ઘુસણખોરીના 6 દિવસ થઈ ગયા છે. અમારી સેના દુનિયાની સૌથી શક્તિશાળી સેનામાંથી એકને રોકવામાં સફળ રહી છે. દુર્ભાગ્યથી આ યુદ્ધમાં રશિયા-યુક્રેનના સૈનિકોની સાથે સાથે મોટી સંખ્યામાં નાગરિકો મરી રહ્યાં છે.” આ દરમિયાન યુક્રેનના રાજદૂતે ભારત દ્વારા મોકલવામાં આવતી માનવીય મદદને લઈને આભાર વ્યક્ત કર્યો હતો.

ભારતીય વિદ્યાર્થીનું થયું છે મોત
યુક્રેનમાં રશિયાની સેના રહેણાક વિસ્તારોમાં આક્રમક હુમલા કરી રહી છે. આ દરમિયાન રશિયાના ગોળીબારમાં એક ભારતીય વિદ્યાર્થીનું મોત થયું છે. નવીન નામનો વિદ્યાર્થી કર્ણાટકનો હોવાનું જાણવા મળ્યું છે. બીજી બાજૂ, રશિયા અને યુક્રેન વચ્ચે બુધવારે બીજી બેઠક યોજાશે. આ જાણકારી રશિયન સમાચાર એજન્સીના આધારે આપવામાં આવી છે. પહેલી બેઠક સોમવારે બેલારુસ બોર્ડર પર થઈ હતી પરંતુ તેમાં કોઈ પરિણામ આવ્યુ ન હતું, હવે બીજી બેઠકમાં સમગ્ર વિશ્વ નજર રાખીને બેઠુ છે કે આ યુદ્ધ શાંત થાય.

અપડેટ્સ…

 • ગૂગલે રશિયાની સત્તાવાર ચેનલ RT અને Sputnik YouTube ચેનલને બ્લોક કરી દીધી છે.
 • રશિયાની સેના કિવ, ખાર્કિવ અને અન્ય શહેરામાં હોસ્પિટલ અને લોકોના ઘરો પર પણ બોમ્બમારો કરી રહી છે.
 • યુક્રેનની રાજધાની કિવની એક ખાનગી હોસ્પિટલ પર પણ હુમલો કર્યો હતો.
 • વડાપ્રધાન મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરી, યુક્રેન સંકટ સહિત અનેક મુદ્દાઓ પર વાતચીત કરી.
 • ફ્રાન્સે યુક્રેનમાં તેના દૂતાવાસને કિવથી લિવમાં ટ્રાન્સફર કર્યું છે. ઓસ્ટ્રેલિયા યુક્રેનને 75 મિલિયન ડોલરની સહાય કરશે. યુરોપિયન દેશો યુક્રેનને 75 ફાઈટર પ્લેન આપશે.
 • SBIએ રશિયાની પ્રતિબંધિત કંપનીઓ સાથે વ્યવહાર કરવાનું બંધ કરી દીધું છે, જ્યારે રશિયાએ પોતાના લોકોના વિદેશમાં નાણાં ટ્રાન્સફર પર પ્રતિબંધ લગાવ્યો છે.
 • World Taekwondoએ યુક્રેન પર રશિયન હુમલાની નિંદા કરે છે. આ સાથે તેણે પુતિનને આપવામાં આવેલ માનદ બ્લેક બેલ્ટ ખિતાબ પણ પરત લેવાનો નિર્ણય લીધો છે.
 • યુક્રેનની રાજધાની કિવમાં ગઈ આખી રાત બોમ્બમારો કરવામાં આવ્યો હતો. ખાર્કિવમાં યુક્રેન અને રશિયા વચ્ચે લડાઈ ચાલુ છે, સાથે જ કેનેડાએ કહ્યું હતું કે તે યુક્રેનને એન્ટી ટેન્ક હથિયારો આપશે.
 • સ્ટેચ્યુ ઓફ લિબર્ટીને યુક્રેનના ધ્વજથી લપેટવામાં આવ્યું છે. અત્યાર સુધી અમેરિકાએ યુક્રેનને 610 મિલિયન ડોલરની સહાય આપી છે.
 • હવે રશિયા પર FIFAની કાર્યવાહી, ફૂટબોલ વર્લ્ડ કપમાંથી રશિયાને બહાર કર્યું.
 • ઓપરેશન ગંગાની આઠમી ફ્લાઈટ બુડાપેસ્ટ (હંગેરી)થી દિલ્હી જવા રવાના થઈ છે. આ પહેલાં આજે વહેલી સવારે યુક્રેનથી એક ફ્લાઇટ 182 ભારતીય વિદ્યાર્થીને લઈને મુંબઈ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ આવી હતી.
 • રશિયન હુમલામાં અત્યારસુધીમાં 352 યુક્રેનિયન લોકોએ જીવ ગુમાવ્યા છે, જેમાં 16 બાળકો પણ સામેલ છે.
 • અમેરિકાએ રશિયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરીને તેના 12 ડિપ્લોમેટને હાંકી કાઢ્યા છે.
 • યુક્રેનના અધિકારીઓએ રશિયન સેના પર ખાર્કિવમાં એક રહેણાક વિસ્તારમાં રોકેટ છોડવાનો આરોપ લગાવ્યો, જેમાં સેંકડો નાગરિકો માર્યા ગયા.
 • યુએન યુક્રેનના શરણાર્થીઓ માટે લગભગ 2 અબજ ડોલર એકત્ર કરવા અભિયાન ચલાવશે.
 • યુરોપિયન યુનિયને ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવ અને રશિયન ઓઈલ કંપની રોસનેફ્ટના CEO ઈગોર સેચિન પર પ્રતિબંધ લગાવી દીધો છે.
 • ન્યૂયોર્ક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર, 27 કિમી વિસ્તારમાં ફેલાયેલો રશિયન સૈનિકોનો કાફલો રાજધાની કિવ તરફ આગળ વધી રહ્યો છે.

ખાર્કિવમાં સરકારી ઇમારત પર રશિયાની સેનાએ હવાઈહુમલો કર્યો, ભારે નુકસાન

રશિયાએ કિવમાં ખાનગી હોસ્પિટલ પર હવાઈહુમલો કર્યો
મંગળવારે યુક્રેનની રાજધાની કિવની એક ખાનગી હોસ્પિટલ રશિયા દ્વારા કરવામાં આવેલા હવાઈહુમલાનો શિકાર બની હતી. આ હુમલામાં આ હોસ્પિટલને ભારે નુકશાન થયુ છે. હોસ્પિટલમાંથી દરેક લોકોને બહાર કાઢવામાં આવ્યા છે. કહેવાય છે કે આ એક પ્રસૂતિ હોસ્પિટલ છે. આ સાથે કિવ પ્રશાસને પણ આ હુમલામાં ઈમારતને ભારે નુકસાન થયું હોવાની પુષ્ટિ કરી છે.

રશિયા રહેણાક વિસ્તારોમાં પણ બોમ્બમારો કરી રહ્યું છે
રશિયા યુક્રેનના કિવ, ખાર્કિવ સહિત ત્રણ શહેર પર ભારે બોમ્બમારો કરી રહ્યું છે, જેને કારણે સામાન્ય લોકોને પણ ભારે નુકસાન થયું છે. અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે. માહિતી અનુસાર રશિયા રહેણાક વિસ્તારોને પણ છોડતું નથી.

અમેરિકાએ યુક્રેનને સમર્થન દર્શાવ્યું છે.

અમેરિકાએ સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને યુક્રેનનો ધ્વજ લપેટીને યુક્રેનનું સમર્થન દર્શાવ્યું છે.

અમેરિકાએ સ્ટેચ્યૂ ઓફ લિબર્ટીને યુક્રેનનો ધ્વજ લપેટીને યુક્રેનનું સમર્થન દર્શાવ્યું છે.

રશિયાનો 64-કિલોમીટર લાંબો સૈન્ય કાફલો કિવ તરફ આગળ વધી રહ્યો છે
રશિયાની સેના ઝડપથી કિવ તરફ આગળ વધી રહી છે. યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરવા માટે હવે રશિયા દ્વારા એક વિશાળ સૈન્ય કાફલો મોકલવામાં આવ્યો છે. રશિયાનો 40 માઈલ (64-કિલોમીટર) લાંબો કાફલો કિવ તરફ આગળ વધી રહ્યો છે. રશિયન હુમલા બાદ યુક્રેન મોકલવામાં આવેલો આ સૌથી લાંબો સૈન્ય કાફલો છે. આ પહેલાં મોકલવામાં આવેલા રશિયન કાફલાનું કદ 3 માઇલ સુધીનું હતું.

સૈન્ય કાફલો દક્ષિણમાં એન્ટોનોવ એરપોર્ટ વિસ્તારથી શરૂ થઈ રહ્યો છે અને ઉત્તરમાં પ્રાયબિર્સ્ક વિસ્તારમાં સમાપ્ત થાય છે. આ કાફલાની કુલ લંબાઈ લગભગ 40 માઈલ છે. રશિયન કાફલામાં સેંકડો સૈન્ય વાહનો, ટેન્કો, આર્ટિલરી ગન વગેરેનો સમાવેશ થાય છે. કિવના માર્ગ પર આવેલા ઇવાન્કિવ વિસ્તારમાં કેટલાક ઘરો છે જે સળગી રહેલા દેખાઈ રહ્યા છે. યુક્રેનિયન ડ્રોન હુમલાથી રશિયન સેનાના કાફલાને ઓછામાં ઓછું નુકસાન થાય તે માટે પણ તૈયારીઓ કરવામાં આવી છે.

5 લાખ લોકોને દેશ છોડવાની ફરજ પડી
યુનાઇટેડ નેશન્સ અનુસાર, યુક્રેનના 5 લાખ લોકોને યુદ્ધની શરૂઆત બાદથી તેમના ઘર છોડીને પડોશી દેશોમાં શરણ લેવાની ફરજ પડી છે. યુક્રેન સાથે મંત્રણામાં કંઈ ઉકેલ ન આવ્યા બાદ સોમવારે પુતિને ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન સાથે ફોન પર વાત કરી હતી.

મિલિટરી બેઝ પર હુમલા બાદ કાટમાળ નીચે દયાટેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

મિલિટરી બેઝ પર હુમલા બાદ કાટમાળ નીચે દયાટેલા લોકોને બચાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા.

રશિયા-યુક્રેનનો મામલો ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં પહોંચ્યો
યુક્રેનના વિદેશમંત્રી દિમિત્રો કુલેબાએ ટ્વીટ કરીને જાણકારી આપી છે કે તેમણે ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં અરજી દાખલ કરી છે, જેમાં રશિયાની સેનાની કાર્યવાહીને જલદી રોકવાની વિનંતી કરવામાં આવી છે.

યુક્રેન હાર નથી માની રહ્યું, રશિયાને નુકસાન પહોંચાડવાનો દાવો
યુક્રેનની સેનાનો દાવો છે કે અત્યાર સુધીના આ યુદ્ધમાં તેણે રશિયાને ઘણું નુકસાન પહોંચાડ્યું છે. કહેવામાં આવ્યું છે કે 1 માર્ચની સવારે 6 વાગ્યા સુધી રશિયાના 29 એરક્રાફ્ટ, 29 હેલિકોપ્ટર નષ્ટ કર્યા હતા. આ ઉપરાંત, 198 ટેન્ક, 305 વાહનો, 77 તોપ સિસ્ટમ, એર ડિફેન્સ સામાન (7), 2 બોટને પણ નાશ કરવાની વાત જણાવી છે. એવું કહેવામાં આવ્યું હતું કે યુક્રેને 5710 રશિયન સૈનિકોને નુકસાન પહોંચાડ્યું છે. તેમાં માર્યા ગયેલા અને ઘાયલ જવાનોનો સમાવેશ થાય છે. યુક્રેને 200 રશિયન સૈનિકોને પકડ્યા હોવાનો પણ દાવો કર્યો છે.

રશિયાએ યુક્રેનમાં યુદ્ધ દરમિયાન વેક્યુમ બોમ્બનો ઉપયોગ કર્યો છે
કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવ્યો છે કે રશિયાએ યુક્રેનમાં યુદ્ધ દરમિયાન વેક્યુમ બોમ્બનો ઉપયોગ કર્યો છે. ધ મિરરનાં રિપોર્ટમાં આ વાત સામે આવી છે. આ દાવો અમેરિકામાં યુક્રેનના રાજદુત ઓકસાના માર્કારોવાએ કર્યો છે. તેમણે કહ્યું હતુ કે રશિયાએ આ બોમ્બનો ઉપયોગ કર્યો છે. આ બોમ્બ પર જીનીવા કન્વેન્શન દરમિયાન પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

વેક્યુમ બોમ્બ કેટલો ખતરનાક છે
વેક્યુમ બોમ્બને સત્તાવાર રીતે થર્મોબેરિક શસ્ત્ર પણ કહેવામાં આવે છે. તે વિશ્વના સૌથી ખતરનાક હથિયારોમાંનું એક છે. તેમાં અંદરનો ભાગ વિસ્ફોટક ઇંધણ અને રસાયણોથી ભરેલો હોય છે. જે વિસ્ફોટ થાય ત્યારે સુપરસોનિક તરંગો ઉત્પન્ન કરે છે. એકવાર તે વિસ્ફોટ થાય છે, પછી તેના માર્ગમાં આવતી દરેક વસ્તુનો નાશ કરે છે. આ બોમ્બ આસપાસના ઓક્સિજનને શોષી લે છે અને મોટો વિસ્ફોટ કરે છે.

UNHRCમાં ઈમર્જન્સી બેઠકના પ્રસ્તાવ પર ભારત વોટિંગથી દૂર રહ્યું, તરફેણમાં 29; વિપક્ષમાં 5 વોટ પડ્યા
યુક્રેન સંકટને નિવારવાની ડિપ્લોમેટિક કોશિશો વચ્ચે યુનાઈટેડ નેશન હ્યુમન રાઈટ્સ કાઉન્સિલ (UNHRC)એ ઈમર્જન્સી બેઠક બોલાવવાનો પ્રસ્તાવ આપ્યો હતો. આ પ્રસ્તાવની તરફેણમાં 29 અને વિરુદ્ધમાં 5 વોટ પડ્યા. ભારત સહિત 13 દેશ વોટિંગથી દૂર રહ્યા હતા. UNHRCમાં કુલ 47 સભ્ય છે.

યુક્રેન સંકટ હલ કરવા ડિપ્લોમેટિક કોશિશ જારી
યુક્રેનની વિરુદ્ધ રશિયાની સૈન્ય કાર્યવાહી મંગળવારે છઠ્ઠા દિવસે પણ જારી છે. આ સંકટને હલ કરવાની ડિપ્લોમેટિક કોશિશો પણ જારી છે. આને ધ્યાનમાં રાખીને આજે UNGAનું ખાસ સત્ર બોલાવાયું. બેઠક દરમિયાન રશિયા અને યુક્રેનના ડિપ્લોમેટે એકબીજા પર નિશાન સાધ્યું. યુક્રેનના ડિપ્લોમેટ સર્ગેઈ કિસ્લિટ્સિયાએ કહ્યું હતું કે જો યુક્રેન ન બચે તો સંયુક્ત રાષ્ટ્ર પણ નહીં બચે.

રશિયાના પ્રતિનિધિ વસીલી નેબેન્જિયાએ યુએનમાં કહ્યું હતું કે કિવના નાગરિકો શાંતિથી રાજધાની છોડીને જઈ શકે છે. આ ઓપરેશન કોઈ મહત્ત્વના સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રભાવિત કરતું નથી. હાલની પરેશાની યુક્રેનના લોકોને કારણે સર્જાઈ છે. બીજી તરફ, અમેરિકાએ રશિયા વિરુદ્ધ આકરાં પગલાં લેતાં તેના 12 ડિપ્લોમેટ્સને પોતાને ત્યાંથી હાંકી કાઢ્યા છે.

આંતરરાષ્ટ્રીય આઇસ હોકીએ રશિયા-બેલારુસ ટીમને સસ્પેન્ડ કરી છે
રશિયા પર પ્રતિબંધોનો સિલસિલો ચાલુ છે. હવે ઇન્ટરનેશનલ આઇસ હોકી ફેડરેશન કાઉન્સિલે તમામ રશિયન અને બેલારુસની ટીમ અને ક્લબોને આગામી નોટિસ સુધી સસ્પેન્ડ કરી દીધી છે.

યુક્રેન પર રશિયાની બોમ્બવર્ષા સોમવારે પણ જારી રહી. યુદ્ધ સમાપ્ત કરવા માટે બંને દેશોએ બેલારુસ-યુક્રેન બોર્ડર પર 6 કલાક વાતચીત કરી, પરંતુ એનું પરિણામ શૂન્ય આવ્યું છે. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રો જનરલ એસેમ્બ્લીના ઈમર્જન્સી સેશનમાં યુદ્ધ સમાપ્ત કરવા અંગેના ઉપાયો પર વિચાર કરવામાં આવ્યો.

આ મીટિંગ દરમિયાન ભારતે માનવીય મદદ તરીકે યુક્રેનમાં દવાઓ મોકલવાની વાત કરી. ભારતીય પ્રતિનિધિ ટી. એસ તિરુમૂર્તિએ કહ્યું હતું કે યુક્રેનના ઘટનાક્રમોથી ભારત ચિંતિત છે. ત્યાં ફસાયેલા ભારતીય નાગરિકોને બહાર લાવવા અમારી પ્રાથમિકતા છે.

બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસને G7ના અને અન્ય વૈશ્વિક નેતાઓને અનુરોધ કર્યો છે કે યુક્રેનને રક્ષણાત્મક શસ્ત્રો પૂરાં પાડવાનું ચાલુ રાખે અને સાથે જ રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન પર દબાણ જાળવી રાખે.

ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ સોમવારે કહ્યું હતું કે યુક્રેનનો રશિયન દળો વિરુદ્ધનો ‘સાહસિક પ્રતિકાર’ ખરા અર્થમાં પ્રેરણાદાયી છે. આ સાથે જોનસને એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે માનવીય કટોકટીના સમયમાં આંતરરાષ્ટ્રીય પ્રતિક્રિયાની આવશ્યકતા છે. આ ઉપરાંત તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રશિયા પર ટ્રેડ પ્રતિબંધો સાથે દબાણ યથાવત્ રાખવા વૈશ્વિક નેતાઓ કટિબદ્ધ બને, જેમાં તેમણે રશિયાને SWIFTમાંથી પણ બહાર કરવાની વાતનો ઉલ્લેખ પણ કર્યો હતો.

યુક્રેને રશિયાના સૈનિકોને છેલ્લા ચાર દિવસથી રાજધાની કિવની બહાર અટકાવી રાખી છે. બીજી બાજુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે આગામી 24 કલાક યુક્રેન માટે ખૂબ જ મુશ્કેલીભર્યા રહેશે. તેમણે G-7 દેશના વિદેશમંત્રીઓ સમક્ષ આ વાત કહી છે. બીજી બાજુ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિને ફ્રાંસના તેમના સમકક્ષ ઈમેન્યુઅલ મેક્રોનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે યુક્રેન સાથે ત્યારે જ સમજૂતી શક્ય બનશે કે જ્યારે રશિયાના સુરક્ષાને લગતાં હિતોને કોઈપણ શરત વગર સ્વીકારવામાં આવશે.

યુદ્ધનો અંત લાવવા માટે બેલારુસ-યુક્રેન સરહદ પર 6 કલાકથી ચાલતી બેઠકમાં કોઈ પરિણામ આવ્યું નથી. બીજી બાજુ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાની ઈમર્જન્સી બેઠક શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં યુદ્ધનો અંત કેવી રીતે લાવી શકાય એ અંગે ચર્ચા ચાલી રહી છે.

ન્યૂક્લિયર મિસાઈલ ફાયરિંગ મોડ પર એક્ટિવ
યુક્રેન યુદ્ધમાં ધારી સફળતા નહીં મળતાં રાષ્ટ્રપતિ પુતિન પરમાણુ હથિયારનો ઉપયોગ કરવાની ખતરનાક યોજના ધરાવે છે. રશિયાન મીડિયા એજન્સી ‘સ્પુતનિક’એ આ બાબતની પુષ્ટિ કરી છે. એટમી કમાન્ડ ધરાવતા યુનિટની રજા રદ કરવામાં આવી છે અને હુમલા માટે તૈયાર રહેવા આદેશ આપવામાં આવ્યો છે. પુતિને આ કમાન્ડના અધિકારીઓ સાથે બેઠક પણ યોજી છે. સંરક્ષણમંત્રી સર્ગેઈ શોઈગ્યુએ સોમવારે બપોરે પુતિનના હુમલાની યોજના અંગે સંપૂર્ણ માહિતી આપી હતી. તમામ ન્યૂક્લિયર મિસાઈલ ફાયરિંગ મોડ પર એક્ટિવ કરવામાં આવી છે.

રશિયાએ ત્રણ શરત રજૂ કરી
આ સાથે રશિયાએ યુક્રેન સમક્ષ ત્રણ શરત રજૂ કરી છે-ક્રિમિયા પર રશિયાના પ્રભુત્વની માન્યતા, વિસૈન્યકરણ અને વિમુદ્રીકરણ ઉપરાંત યુક્રેનની તટસ્થ સ્થિતિ સુનિશ્ચિત કરવી. પુતિને રશિયા પર લગાવવામાં આવેલા પ્રતિબંધો બાદ પશ્ચિમ દેશોને જુઠ્ઠાઓનું સામ્રાજ્ય ગણાવ્યું છે. તો બીજી બાજુ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કીએ યુરોપિયન યુનિયન (EU)ના સભ્યપદ માટે અરજી પર હસ્તાક્ષર કર્યા છે. આ અંગે યુક્રેનની સંસદ દ્વારા જાહેરાત કરવામાં આવી છે.

ખાર્કિવ પ્રાંતમાં રશિયાનો મિસાઈલ હુમલો
રશિયાના રાજદૂતે સંયુક્ત રાષ્ટ્રમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે રશિયા યુક્રેન પર કબજો લેવા માટે કોઈ જ યોજના ધરાવતું નથી. રશિયા અને યુક્રેન વચ્ચે બેલારુસમાં યોજાયેલી બેઠક કોઈપણ પરિણામ વગર પૂરી થઈ ગઈ છે. બન્ને દેશના પ્રતિનિધિઓ વચ્ચે હવે પછીની બેઠક પોલેન્ડ-બેલારુસ સરહદ પર યોજાશે.

રશિયાએ ખાર્કિવ પ્રાંતમાં મિસાઈલ હુમલો કર્યો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 11 નાગરિકનાં મોત થયાં છે. ખાર્કિવના ગવર્નરે આ અંગે માહિતી આપી છે. આ અગાઉ યુક્રેનના આંતરિક બાબતો વડા એન્ટોન હારશચેન્કોએ જણાવ્યું હતું કે સોમવારે સવારે ખાર્કિવ પર રશિયાનાં દળોએ રોકેટ સ્ટ્રાઈક્સ કરતાં મોટી સંખ્યામાં નાગરિકો માર્યા ગયા હતા.

EUના પ્રતિનિધિએ કહ્યું- રશિયા યુક્રેનમાંથી સેના પાછી ખેંચે
UNGAમાં ઈમર્જન્સી સેશનમાં યુરોપિયન યુનિયન (EU)ના પ્રતિનિધિએ કહ્યું હતું કે અમે યુક્રેન સાથે નાણાકીય અને માનવીય સહયોગ સાથે ઊભા રહીશું. રશિયાએ શાંતિ માટે મોં ફેરવી લીધું છે. અમે રશિયા સમક્ષ માગ કરી રહ્યા છીએ કે તે કોઈ જ કારણ વગર જે હુમલો કરવામાં આવ્યો છે એ અટકાવવામાં આવે અને પોતાની સેનાને પાછી બોલાવી લે.

આ સાથે EUએ પ્રાથમિક રીતે યુક્રેનનાં દળોને હથિયારો તથા 50 કરોડ યુરો (આશરે 42 અબજ 37 કરોડ)નું ભંડોળ ઉપલબ્ધ કરાવવા મંજૂરી આપી દીધી છે. આ સાથે EU દ્વારા પૂરાં પાડવામાં આવનારાં હથિયારોમાં પ્રથમ વખત ઘાતક હથિયારોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અપડેટ્સ…

 • યુએન માનવાધિકાર કાર્યાલયે યુક્રેનમાં 94 લોકો માર્યા ગયા અને ઓછામાં ઓછા 376 નાગરિકો ઘાયલ થયાની પુષ્ટિ કરી છે.
 • ચીને રશિયા સામે એકપક્ષીય પ્રતિબંધોનો વિરોધ કર્યો છે.
 • રશિયાએ યુક્રેનનાં બે શહેર (બર્દયાંસ્ક અને એનેરહોદાર) પર કબજો કરી લીધા છે.
 • Airbnbના CEOએ કહ્યું – Airbnb અને airbnb.org લગભગ એક લાખ યુક્રેનિયન શરણાર્થીઓને મફત ઘર આપવા માટે કામ કરી રહ્યું છે.
 • યુક્રેને દાવો કર્યો છે કે આ લડાઈમાં અત્યારસુધીમાં લગભગ 5,300 રશિયન સૈનિકો માર્યા ગયા છે. યુક્રેનની સેનાએ લગભગ 151 ટેન્ક, 29 એરક્રાફ્ટ અને 29 હેલિકોપ્ટરને નષ્ટ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *