28/01/2023

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "


Warning: sprintf(): Too few arguments in /home/gujaratb/domains/gujaratbureau.com/public_html/wp-content/themes/newsphere/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 254

મહાશિવરાત્રિની ઉજવણી : સાંય આરતી સમયે મહાદેવને 151 કિલો ફૂલોનો શણગાર કરાયો, મંદિર પરિસર રંગબેરંગી લાઈટથી ઝળહળી ઉઠ્યું

આજે મંગળવારે મહાશિવરાત્રિના પવિત્ર પર્વ નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું હતું. કોરોનાની ત્રીજી લહેરમાં સંભવિત ઘટાડો થતાં લોકો હજારોની સંખ્યામાં દેવાધિદેવ મહાદેવનાં દર્શન કરવા ઊમટી પડ્યા હતા. સાંજે 6 વાગ્યા સુધીમાં મંદિરમાં 40 હજાર ભાવિકોએ પ્રત્યક્ષ દર્શન કર્યા હતા. સાંય આરતીમાં મહાદેવને 151 કિલો ફૂલોનો શણગાર કરાયો હતો. રાત્રિના સમયે સમગ્ર મંદિર પરિસર રંગબેરંગી લાઈટથી ઝળહળી ઉઠ્યું હતું. આજે મધ્યરાત્રિએ 12-30 કલાકે મંદિરમાં મહા આરતી યોજાશે.

સાંય આરતી સમયે રંગબેરંગી ફૂલોનો શણગાર કરાયો
મહા શિવરાત્રિના પવિત્ર દિવસે સવારથી જ સોમનાથ મહાદેવના દર્શન માટે ભાવિકોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. સાંજે સાંય આરતીમાં પણ ભક્તોની ભીડ જોવા મળી હતી. સાંય આરતી સમયે મહાદેવને 151 કિલો રંગમબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો. જેના દર્શન કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી. સાંજના સમયે મંદિર પરિસર રંગબેરંગી લાઈટથી ઝળહળી ઉઠ્યું હતું.

​​​​​​મહાદેવને પારંપરિક પાઘનો શૃંગાર કરવામાં આવ્યો
નોંધનીય છે કે સવારે મહાદેવને પારંપરિક પાઘનો શૃંગાર કરવામાં આવ્યો હતો. સાથે જ શ્વેતાંબર પીતાંબર અને પુષ્પોથી મહાદેવની મનમોહક ઝાંખી કરવામાં આવી હતી. ટ્રસ્ટની પારંપરિક ધ્વજાપુજા અને પાલખીયાત્રા પણ યોજાઈ હતી, મહાદેવ સ્વયં જાણે નગરચર્યા માટે નીકળ્યા હોય એમ માર્ગમાં ભક્તો પૂષ્પોથી સ્વાગતની સાથે ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’નો નાદ કરી રહ્યા હતા.

ટ્રસ્ટની પારંપરિક ધ્વજાપુજા અને પાલખીયાત્રા પણ યોજાઈ

ટ્રસ્ટની પારંપરિક ધ્વજાપુજા અને પાલખીયાત્રા પણ યોજાઈ

શિવરાત્રી અને પાલખીયાત્રાનું શું મહત્‍વ?
આજે શિવરાત્રીના દિને ભગવાન શિવના વિવાહ થયેલ હોવાથી આ દિવસને ઉત્‍સવ તરીકે ઉજવણી થઇ રહેલ છે. જેથી આ મહાપર્વ કહેવાય છે. ચાર રાત્રીનું મહત્‍વ છે. જેમાં આજે મહાશિવરાત્રી કહેવાય છે એટલા માટે આજની રાત્રીનું બહુ મોટું મહત્‍વ છે. આજે સોમનાથ જયોતિર્લીંગના સાંનિઘ્‍યમાં પ્રારંભથી પૂર્ણાહુતિ સુઘીમાં પ્રથમ મહાદેવને ઘ્‍વજાપૂજન થાય છે. ત્‍યારબાદ પાલખીયાત્રા રૂપે મહાદેવ નગરચર્ચાએ નીકળે છે. મહાદેવની વિશેષ ચાર પ્રહરની મહાપૂજાઓ થાય છે. આજે મહાશિવરાત્રીને લઇ સોમનાથ મહાદેવને ખાસ વિશેષ શણગાર કરવામાં આવે છે. જેમાં વરરાજાને તૈયાર કરવામાં આવે તેવી જ રીતે આજે દિવસ દરમ્‍યાન ભગવાન મહાદેવને રંગબેરંગી પુષ્‍પો, કમળો, માળાઓ અને જુદી-જુદી પાઘડીઓથી વિશેષ અલોકિક શણગારોથી તૈયાર કરવામાં આવે છે. જયારે વિવાહ થતા હોય ત્‍યારે વરઘોડો નિકળતો હોય તેમ મહાશિવરાત્રીના દિવસે ભગવાન શિવ પાલખીયાત્રા રૂપે નગરની અંદર નગરચર્યાએ નીકળતા હોવાનું ઘાર્મિક રીતે મહત્‍વ છે.

સોમનાથમાં આઠ ભંડારા ધમધમતા થયા
મહાશિવરાત્રીએ સોમનાથ મંદિરે દૂર દૂરથી આવતા ભાવિકોને પ્રસાદીમાં ફરાળ મળી રહે તે માટે જુદી-જુદી સેવાભાવી સંસ્‍થાઓ અને લોકો દ્રારા આઠ જેટલા ભંડારાઓનું આયોજન કરેલ છે. આજે શિવરાત્રીના દિવસ દરમ્‍યાન એક લાખથી વઘુ ભાવિકો ફરાળાહાર પ્રસાદી લઇ શકે તેવું આ આયોજન સંસ્‍થાઓ દ્રારા કરાયેલ છે. આ ભંડારાઓમાં બપોર સુઘીમાં અડઘા લાખ જેટલા ભાવિકો પ્રસાદી લઇ ચુકયા હોવાનું અંદાજ વ્‍યકત કરાયો છે. આ વર્ષે હાલ કોરોના તળીયે હોવાથી ભાવિકોનું ઘોડાપૂર યાત્રાઘામ સોમનાથમાં અવિરત ઉમટી રહયુ હોવાથી ભંડારામાં પણ ભાવપૂર્વક દૂર દૂર તથા આસપાસના ગામોમાંથી આવતા લોકો પરિવાર સાથે પ્રસાદી લઇ રહ્યા છે.

રાજકોટનો પૂર્વ રાજવી પરિવાર પણ ઉપસ્થિત રહ્યો
ઉલ્લેખનીય છે કે સવારે 4-00થી સવારના 10 સુધીમાં 15000 કરતાં વધુ ભક્તો દર્શન-પૂજા કરી ધન્ય બન્યા હતા. ધ્વજાપૂજા અને પાલખી પૂજનમાં ટ્રસ્ટી પ્રો. જે ડી પરમાર સાહેબ તથા રાજકોટના મહારાજા (પૂર્વ રાજવી પરીવારના) માંધાતા સિંહ તથા પરિવાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજવી પરિવારનું સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું.

મહાદેવને પારંપરિક પાઘનો શૃંગાર કરવામાં આવ્યો

સવારે 6 વાગ્યે પ્રાતઃ મહાપૂજા અને આરતી કરવામાં આવી
આજે સવારે 6 વાગ્યે સોમનાથ મહાદેવની પ્રાતઃ મહાપૂજા અને આરતી કરવામાં આવી હતી. ત્યારબાદ 8 વાગ્યે સોમનાથ મહાદેવને નુતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. વહેલી સવારથી ભક્તો કતારબંધ લાઈનમાં સોમનાથ મહાદેવને શીશ ઝુકાવી પુણ્યનું ભાથું બાંધતા નજરે પડી રહ્યા હતા. નોંધનીય છે કે પર્વને લઈને સોમનાથ મહાદેવ મંદિર સતત 42 કલાક ભાવિક ભક્તો માટે ખુલ્લું રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *