28/01/2023

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "


Warning: sprintf(): Too few arguments in /home/gujaratb/domains/gujaratbureau.com/public_html/wp-content/themes/newsphere/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 254

219 વિદ્યાર્થીઓ સાથે એર ઈન્ડિયાનું વિમાન મુંબઈ પહોંચ્યું; સરકારે આ અભિયાનને ‘ઓપરેશન ગંગા’નામ આપ્યું

યુક્રેન પર રશિયાના હુમલાના ત્રીજા દિવસે ત્યાં ફસાયેલા 219 ભારતીય વિદ્યાર્થીને લઈ એર ઈન્ડિયાનું વિમાન AI-1943 આજે રાત્રે 8 વાગે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યું છે. આ અગાઉ વિમાનમાં બેસીને વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ વ્યક્ત કરી હતી. બીજી બાજુ યુક્રેનથી ભારત આવનારા મુસાફરો માટે મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક સ્પેશિયલ કોરિડર બનાવવામાં આવ્યો હતો. અહીંથી બહાર નીકળવા માટે મુસાફરોએ કોવિડ-19ના રસીકરણનું સર્ટિફિકેટ અથવા RT-PCRનો નેગેટિવ રિપોર્ટ બતાવવો જરૂરી હોય છે.

માતૃભૂમિ પર તમારું સ્વાગત છે
યુક્રેનથી મુંબઈ પહોંચેલા ભારતીય વિદ્યાર્થીઓનું કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે વિમાનમાં જઈને તેમનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું-માતૃભૂમિમાં તમારા સૌનું સ્વાગત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમે સૌ સુરક્ષિતપણે પરત ફરો તે માટે આજે યુક્રેનના રાષ્ટ્રપતિ સાથે વાત કરી છે. રશિયાએ પણ ભારતીયોને સુરક્ષિત રીતે પરત ફરે તે બાબત પર ભાર આપ્યો છે. તમારે તમારા મિત્રોને પણ કહેવાનું છે કે સરકાર તેમને પણ સુરક્ષિત રીતે પરત લાવી રહી છે. અને વધુ ફ્લાઈટ્સ આવી રહી છે. સંભવતઃ સવાર સુધીમાં.

વિદ્યાર્થીઓને એરપોર્ટ ખાતે આવકારતા કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલ

વિદ્યાર્થીઓને એરપોર્ટ ખાતે આવકારતા કેન્દ્રીય પ્રધાન પિયૂષ ગોયલ

વિમાન મથક,મુંબઈ ખાતે વિદ્યાર્થીઓ વચ્ચે કેન્દ્રીય પ્રધાન

વિમાન મથક,મુંબઈ ખાતે વિદ્યાર્થીઓ વચ્ચે કેન્દ્રીય પ્રધાન

વિમાન મથક ખાતે વિદ્યાર્થીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી

વિમાન મથક ખાતે વિદ્યાર્થીઓ માટે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી

એર ઈન્ડિયા તરફથી તમારું સ્વાગત છે.તેમણે કહ્યું કે છેલ્લા બે દિવસથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી તમારા સૌની ઘણી ચિંતા કરતા હતા. આ માટે તેમણે અનેક લોકો સાથે વાત કરી હતી. મુંબઈ પહોંચેલા વિદ્યાર્થીઓના ચહેરા પર ખુશી જોવા મળતી હતી. તેમની સાથે મુંબઈ નોર્થ સેન્ટ્રલ સીટથી સાંસદ પૂનમ મહાજન પણ હતા. દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું છે કે ઓપરેશન ગંગા હેઠળ વિદ્યાર્થીઓને પરત લાવવાનું અભિયાન આગળ વધશે.

હંગેરી સીમાથી ફક્ત બસ-વાનથી જ પ્રવેશ
હંગેરી સ્થિત ભારતીય એમ્બેસીએ વિદ્યાર્થીઓ માટે એક એડવાઈઝરી જાહેર કરી છે કે હંગેરીને ઝાહોની-ઉઝોરોડ સીમાથી પ્રવેશ કરાવશે. આ માટે ઝાહોનીમાં એમ્બેસીની એક લાયઝનિંગ ટીમ મોકલી છે,જે સ્થાનિક સત્તાવાળા સાથે સમન્વય જાળવશે. અહીંથી વિદ્યાર્થીઓને બુડાપેસ્ટ લાવવામાં આવશે. અહીંથી ભારત મોકલવામાં આવશે. એમ્બેસીએ સ્પષ્ટ કર્યું કે ઉઝોરોડ સીમાથી હંગેરીમાં એન્ટ્રી ફક્ત બસ અને વાનથી જ થઈ શકશે. ચાલીને આવનારાને પ્રવેશ મળશે નહીં. તમામને પાસપોર્ટ, રહેવાની સુવિધા, કોવિડ વેક્સિન સર્ટીફિકેટ, વિદ્યાર્થી ઓળખ કારા્ડ રાખવાનું રહેશે.

ગુજરાતના વિદ્યાર્થીઓ મુંબઈ પહોંચ્યા
યુક્રેનમાં ફસાયેલ ગુજરાતના વિદ્યાર્થીઓએ 8 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ કરી દીધું છે. મુંબઇથી આ વિદ્યાર્થીઓને ગુજરાત લાવવા માટે સુરત વિભાગની બે વોલ્વો બસ મુંબઈ મોકલવામાં આવી છે. જે હાલ મુંબઈ એરપોર્ટ પહોંચી છે. આવી રહેલ વિદ્યાર્થીઓ ગુજરાતના કયા-કયા સ્થાન પરના છે ? તેની માહિતી તેમના પહોંચ્યા બાદ સામે આવશે, તે પ્રમાણે તેમને તેમના ગંતવ્ય સ્થાન પર પહોંચાડવાની વ્યવસ્થા કરાશે.

વિદેશ મંત્રીએ કહ્યું કે યુક્રેનમાંથી કાઢવામાં આવેલા 219 ભારતીયોને લઈને પ્રથમ ઉડાન રોમાનિયાથી મુંબઈ માટે રવાના થયું છે. અમારી ટીમ 24 કલાક કામ કરી રહી છે. હું વ્યક્તિગત રીતે તેની પર નજર રાખી રહ્યો છું.

રોમાનિયાથી 219 ભારતીયોને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ રવાના થઈ.

રોમાનિયાથી 219 ભારતીયોને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ રવાના થઈ.

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ચઢવા માટે ઉભેલા ભારતીય વિદ્યાર્થીઓ.

એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ચઢવા માટે ઉભેલા ભારતીય વિદ્યાર્થીઓ.

શનિવારે સવારે 52 સ્ટુડન્ટ્સને બસથી પોલેન્ડ બોર્ડર સુધી લાવવામાં આવ્યા.

શનિવારે સવારે 52 સ્ટુડન્ટ્સને બસથી પોલેન્ડ બોર્ડર સુધી લાવવામાં આવ્યા.

હાથમાં ત્રિરંગો લઈને ઉભેલા ભારતીય વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ દેખાતા હતા.

હાથમાં ત્રિરંગો લઈને ઉભેલા ભારતીય વિદ્યાર્થીઓ ખૂબ જ ખુશ દેખાતા હતા.

પોલેન્ડમાં ભારતીય રાજદૂત નગમા મલ્લિકે કહ્યું કે એમ્બેસીએ ત્રણ ટીમોની રચના કરી છે. આ ટીમ ભારતીયો પશ્ચિમ યુક્રેનમાંથ બહાર કાઢવામાં સહાયતા કરશે. તમામ ફસાયેલા ભારતીયોને પોલેન્ડ લઈ જવામાં આવશે. ત્યાંથી ભારત મોકલવાની વ્યવસ્થા કરવામાં આવશે. યુક્રેનની ઈન્ડિયન એમ્બેસીએ એડવાઈઝરી બહાર પાડીને ફસાયેલા ભારતીયોને કહ્યું છે- બોર્ડર પર તહેનાત ભારતીય અધિકારીઓ સાથે વાતચીત કર્યા વગર બોર્ડર પર ન જાવ. પશ્ચિમના શહેરોમાં ખાવા-પીવાની ચીજોની સાથે જ્યાં છો ત્યાં રહેવું સારુ છે. કોઈ પણ પ્રકારના કોર્ડિનેશન વગર બોર્ડર પર પહોંચવાથી તકલીફ પડી શકે છે. પૂર્વી વિસ્તારોમાં આગામી નિર્દેશ સિવાય ઘરની અંદર અથવા તો હાલ જ્યાં રહો છો, ત્યાં જ રહો.

હાલ બંકરો અને રેસ્ક્યુ સેન્ટર્સમાં સમય પસાર કરી રહેલા ભારતીય વિદ્યાર્થીઓને ચટ્ટાઈ પાથરીને સુવાની મજબુરી આવી છે. આ સિવાય તેમને પેટ ભરાય તેટલુ જમવાનું પણ મળી રહ્યું નથી. તેમને દેશમાં પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા ફ્લાઈટ્સ મોકલાઈ રહી છે. એરપોર્ટ સુધી પહોંચવા માટે વિદ્યાર્થીઓને બસમાં લાવવામાં આવી રહ્યાં છે. આ વિદ્યાર્થીઓ હાથમાં ઝંડા લઈને બસમાં બેસી રહ્યાં છે. ભાસ્કરે આ વિદ્યાર્થીઓ સાથે વાત કરી…

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લેવા માટે એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ AI-1943 રોમાનીયાના પહોંચી છે.

યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને લેવા માટે એર ઈન્ડિયાની સ્પેશિયલ ફ્લાઈટ AI-1943 રોમાનીયાના પહોંચી છે.

યુક્રેનથી સલામત રીતે બહાર કઢાયેલા ભારતીયોનું પ્રથમ ગ્રુપ પણ બોર્ડર ક્રોસ કરીને રોમાનિયા પહોંચી ગયું છે.

અપડેટ્સ

  • યુક્રેનથી પ્રથમ વિદ્યાર્થીઓની બેન્ચ હાલ સુસેવા બોર્ડર ક્રોસ કરીને રોમાનિયા આવી પહોંચી છે.
  • સુસેવા ખાતે હાજર ટીમ હવે અહીં પહોંચેલા વિદ્યાર્થીઓને રોમાનિયાના બુખારેસ્ટ મોકલશે અને ત્યાંથી પછી તેમને ભારત મોકવામાં આવશે.
યુક્રેનની ઈન્ડિયન એમ્બેસીએ એડવાઈઝરી બહાર પાડી.

યુક્રેનની ઈન્ડિયન એમ્બેસીએ એડવાઈઝરી બહાર પાડી.

રાજસ્થાનના વિદ્યાર્થીઓનો રિપોર્ટ
રશિયા-યુક્રેનમાં સૌથી વધુ પ્રભાવિત લુહાંસ્કથી એક દિવસ પહેલા જ હું કીવ પહોંચી હતી. કીવના રસ્તામાં હતી, ત્યારે યુદ્ધ વિશે માહિતી મળી. કીવના રેલવે સ્ટેશને પહોંચી તો ત્યાં સ્થિતિ ખરાબ મળી. દરેક જગ્યાએ અફરા-તફરીનો માહોલ હતો. 5 કલાકની રાહ જોયા પછી ખૂબ મુશ્કેલથી ટેક્સી મળી. અમે ઈન્ડિયન એમ્બેસી જવા માંગતા હતા, જોકે સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે અમે એમ્બેસી સુધી પહોંચી જ ન શક્યા.

કીવની સ્કુલમાં ચટ્ટાઈ પાથરીને બેઠેલા ભારતીય વિદ્યાર્થીઓ.

કીવની સ્કુલમાં ચટ્ટાઈ પાથરીને બેઠેલા ભારતીય વિદ્યાર્થીઓ.

અમારી પાસે રોકાવવા માટે કોઈ જગ્યા જ નહોતી. ટેક્સી ડ્રાઈવરે જ અમને તેના એક સગાના ઘરે ભાડેથી રૂમ અપાવ્યો. આ દરમિયાન અમે સતત ઈન્ડિયન એમ્બેસીને ફોન કર્યો, જોકે કોઈએ ફોન જ ન ઉઠાવ્યો. જે જગ્યાએ અમે એક દિવસ રોકાયા હતા, તેની આસપાસથી બ્લાસ્ટના અવાજ આવી રહ્યાં હતા. અમારી બિલ્ડિંગની બાજુમાં જ યુક્રેનની સેનાની કોઈ ઓફિસ હતી. સાંજ થતાની સાથે જ સેનાની ઓફિસની આગળ યુક્રેનની સેનાનો જમાવડો થવા લાગ્યો. આખી રાત અહીં જવાનોની અવર-જવર રહી.

સવાર થતા જ અમે એમ્બેસીને ફોન કર્યો. અમને સમાચાર મળી રહ્યાં હતા કે રશિયાની સેના કીવની તરફ આગળ વધી રહી છે. અમારા રૂમથી રશિયાની એમ્બેસી લગભગ 11 કિમી દૂર હતી. માંડમાંડ એક ટેક્સી મળી. અમે એમ્બેસીમાં પહોંચ્યા જ હતા અને ખ્યાલ આવ્યો કે રશિયાએ હુમલો કરીને યુક્રેનની સેનાની ઓફિસને ઉડાવી દીધી. આ વાત સાંભળીને અમે ડરી ગયા અને ભગવાનનો આભાર માન્યો કે અમે ત્યાંથી યોગ્ય સમયે નીકળી ગયા.

આ સ્કુલ 3 માળની છે. શરૂઆતમાં જ બે ફલોર ખોલવામાં આવ્યા, સ્ટુડન્ટ્સની ભીડ વધતા જ ત્રીજો ફ્લોર પણ ખોલવામાં આવ્યો. આ સ્કુલમાં ભારતના લગભગ 1 હજાર સ્ટુડન્ટ્સે આશરો લીધો છે. એમ્બેસીએ સ્ટુડન્ટ્સના ખાવા-પીવાની વ્યવસ્થા કરી છે, જોકે ભીડ વધી ગઈ તો ખાવાનું પણ ઓછુ પડી ગયું. હવે સ્થિતિ એવી છે કે ઘણા લોકો બાલકની જ ચટ્ટાઈ પાથરીને બેઠા છે. હોલમાં જ એટલી ભીડ છે કે પગ મુકવાની પણ જગ્યા નથી.

બિહારના વિદ્યાર્થીઓનો રિપોર્ટ
શનિવારે સવારે ગોપાલગંજના રિજવાન સહિત 18 ભારતીય વિદ્યાર્થીઓ ઈવાનોથી હંગેરી બોર્ડર સુધી પહોંચી ગયા છે. જોકે હંગેરી બોર્ડર પર ગાડીઓની લાંબી લાઈનોને કારણે તેમને એન્ટ્રી મળી રહી નથી. વિદ્યાર્થીઓએ વીડિયો જાહેર કરીને ભારતીય દૂતાવાસને અપીલ કરી છે. મેડિકલ સ્ટુડન્ટ્સ રિજવાને જણાવ્યું કે 700 કિલોમીટરનું ટ્રાવેલિંગ કરીને ઈવાનો પહોંચ્યા છે.

હંગેરી બોર્ડર પર પહોંચેલા ગોપાલગંજના રિજવાન સહિતના 18 વિદ્યાર્થી.

હંગેરી બોર્ડર પર પહોંચેલા ગોપાલગંજના રિજવાન સહિતના 18 વિદ્યાર્થી.

છત્તીસગઢના વિદ્યાર્થીઓનો રિપોર્ટ
ભિલાઈના યશ દિવાન યુક્રેનથી ભારત પરત ફર્યા છે. તેમણે કહ્યું કે તે તો દેશમાં પાછા આવી ગયા છે, જોકે તેમના ઘણા મિત્રો ત્યાં હાલ પણ ફસાયેલા છે. તે કીવમાં રહેતા હતા અને સૌથી ખરાબ સ્થિતિ ત્યાં જ છે. તેમના દોસ્ત ત્યાં ડરીડરીને જીવે છે. તે સુરક્ષિત ભારત પરત ફરશે કે નહિ, તે અંગે કઈં જ ન કહી શકાય. યશ ત્રણ દિવસ પહેલા જ યુક્રેનથી દિલ્હી પહોંચ્યો અને પછી શુક્રવારે સાંજે ભિલાઈ પહોંચ્યો.

પંજાબના વિદ્યાર્થીઓનો રિપોર્ટ
રશિયા અને યુક્રેનની વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં રશિયાની સેનાઓ યુક્રેનની રાજધાની કીવની પાસે પહોંચી ગઈ છે અને સતત બ્લાસ્ટ કરી રહી છે. આ દરમિયાન યુક્રેનમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓએ બંકરમાં આશ્રય લીધો છે, જ્યારે કેટલાક બિલ્ડિંગ બેઝમેન્ટમાં ફસાયેલા છે. તેમણે ખાવાપીવાની મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે.

મધ્યપ્રદેશના રતલામની ખુશબુએ પીએમ મોદી અને સીએમ શિવરાજને તેને સુરક્ષિત નીકાળવા માટેની અપીલ કરી છે.

મધ્યપ્રદેશના રતલામની ખુશબુએ પીએમ મોદી અને સીએમ શિવરાજને તેને સુરક્ષિત નીકાળવા માટેની અપીલ કરી છે.

ઝારખંડના વિદ્યાર્થીઓનો રિપોર્ટ
યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરવા ગયેલા કોડરમાના વિદ્યાર્થી મોહમ્મદ શાહરૂખ યુક્રેનની રાજધાની કીવમાં ફસાયા છે. શાહરૂખે જણાવ્યું કે યુદ્ધ પછી સ્થિતિ ખૂબ જ ખરાબ છે. રસ્તાઓ પર કાર ખૂબ જ ઓછી ચાલી રહી છે. રહેણાંક વિસ્તારોમાં લોકોની સુરક્ષા માટે થોડા દૂર-દૂર બંકરો બનાવવામાં આવ્યા છે. લોકોએ કહ્યું કે જો બોમ્બ પડે છે તો આ બંકરોમાં શરણ લઈ શકાય છે. હાલ હું મારા દોસ્તોના ઘરે છું અને સુરક્ષિત છું.

ભારતીય વિદ્યાર્થીઓએ બંકરમાં આશરો લીધો છે.

ભારતીય વિદ્યાર્થીઓએ બંકરમાં આશરો લીધો છે.

મધ્યપ્રદેશના વિદ્યાર્થીઓનો રિપોર્ટ
રતલામની ખુશબુ યુક્રેનમાં ફસાયેલી છે. તે બંકર અને શેલ્ટર હોમમાં છુપાઈને જીંદગી બચાવી રહી છે. તેમણે જણાવ્યું કે અહીં ડરનો માહોલ છે. સાયરન વાગતાની સાથે જ અમને બંકરોમાં લઈ જવામાં આવે છે. તેમાં યુક્રેનની સરકાર મદદ કરી રહી છે. ખાવાની ઘણી તકલીફ પડી રહી છે. અહીં માર્શલ લો લાગુ છે. આ કારણે રાતે કોઈ જ નીકળી શકતુ નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *