01/10/2022

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "


Warning: sprintf(): Too few arguments in /home/gujaratb/domains/gujaratbureau.com/public_html/wp-content/themes/newsphere/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 254

ભારતે 7 વિકેટથી શ્રીલંકાને હરાવ્યું, સિરીઝમાં 2-0ની અજેય લીડ મેળવી

ભારતે બીજી T20 મેચમાં શ્રીલંકાને 7 વિકેટથી હરાવી દીધું છે. આ જીતની સાથે જ ઈન્ડિયન ટીમે સતત 11મી મેચ જીતી લીધી છે. ઉલ્લેખનીય છે કે ટોસ હાર્યા પછી શ્રીલંકાએ પહેલા બેટિંગ કરતા ભારતે 184 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેને રોહિત એન્ડ ટીમે 17 બોલ પહેલા ચેઝ કરી 7 વિકેટથી મેચ જીતી લીધી છે. આ દરમિયાન શ્રેયસ અય્યરે 74* અને રવીન્દ્ર જાડેજાએ 45* રન કર્યા હતા.

  • રોહિત એન્ડ ટીમ હવે વર્લ્ડ રેકોર્ડની બરાબરીથી માત્ર 1 જીત દૂર છે.

શ્રીલંકાએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 183 રન કર્યા છે. આ દરમિયાન પાથુમ નિસાંકાએ 53 બોલમાં 75 રન કર્યા છે, જ્યારે શનાકાએ 19 બોલમાં 47 રન કર્યા છે.

શ્રીલંકાની શાનદાર બેટિંગ, ઈન્ડિયન બોલર્સ ધોવાયા
ટોસ હાર્યા પછી પહેલા બેટિંગ કરવા ઉતરેલી શ્રીલંકાની ટીમે સારી બેટિંગ કરી હતી. બંને ઓપનર વચ્ચે 67 રનની પાર્ટનરશિપ પછી ઈન્ડિયન ટીમે કમબેક કર્યું હતું. ભારતે 76 રનની અંદર શ્રીલંકાની 3 વિકેટ પાડી દીધી હતી, પરંતુ ત્યારપછી પાથુમ નિસાંકાની શાનદાર બેટિંગે ઈન્ડિયન બોલર્સને મુશ્કેલીમાં મુક્યા હતા. તેણે 53 બોલમાં 11 ચોગ્ગાની સહાયથી 75 રન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે નિસાંકાની વિકેટ પછી ઈન્ડિયન ટીમ કમબેક કરી શકે એમ હતી પરંતુ કેપ્ટન દસૂન શનાકાએ 19 બોલમાં 47 રનની ઈનિંગ રમી શ્રીલંકાને સ્કોર 183 રન સુધી પહોંચાડી દીધો હતો.

બંને ટીમો
ઈન્ડિયન ટીમે પ્લેઇંગ-11માં કોઈ ફેરફાર કર્યો નથી, જ્યારે શ્રીલંકાએ ટીમમાં 2 ફેરફાર કર્યા છે. જેફરી વેન્ડરસે અને જેનિથ લિયાનાગના સ્થાને બિનુરા ફર્નાંડો અને દનુષ્કા ગુણથિલકને તક અપાઈ છે.

  • IND: રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, શ્રેયસ અય્યર, સંજૂ સેમસન, દીપક હુડા, રવીન્દ્ર જાડેજા, વેંકટેશ અય્યર, હર્ષલ પટેલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ
  • SL: પાથુમ નિસાંકા, કામિલ મિશારા, ચરિત અસલંકા, દિનેશ ચંડીમલ, દાસુન શનાકા (કેપ્ટન), ચમિકા કરુણારત્ને, પ્રવીણ જયવિક્રમા, દુષ્મંતા ચમીરા, લાહિરુ કુમારા, બિનુરા ફર્નાંડો, દનુષ્કા ગુણથિલક.

બીજી T20માં વરસાદ વિલન બની શકે છે. ધર્મશાલામાં હવામાન વિભાગે પણ યલો અલર્ટ જાહેર કરી દીધો છે. વળી આજે સવારે અને બપોરે પણ અહીં વરસાદ પડ્યો હતો.

ભારતનું મિશન વર્લ્ડ કપ જોરશોરથી શરૂ
વિંડિઝ સામેની T20 સિરીઝ પછી શ્રીલંકા સામે પણ ભારતીય ટીમનો અપ્રોચ આક્રમક અને પોઝિટિવ રહ્યો છે. તેવામાં વેંકટેશ અય્યરના ઓલરાઉન્ડ પ્રદર્શનથી લઈ બુમરાહ-હર્ષલ પટેલની ડેથ બોલિંગે ટીમ કોમ્બિનેશનનું સંતુલન જાળવી રાખ્યું છે. ઉલ્લેખનીય છે કે આ દરમિયાન સિનયર બોલર ભુવનેશ્વર કુમારે પણ પોતાની લય પાછી મેળવી લીધી હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે. ઝાહીર ખાને પણ બુમરાહ અને હર્ષલની જોડીની પ્રશંસા કરી છે.

શ્રીલંકાની બેટિંગ લાઈન અપમાં અનુભવની ખામી
શ્રીલંકન ટીમે પહેલી મેચમાં મિડલ ઓવર્સ અને પાવરપ્લેમાં સારી બોલિંગ કરી હતી. જોકે તેમ છતા ભારતીય બેટરના શાનદાર પ્રદર્શને ટીમને એક મેચ વિનિંગ ટોટલ સુધી પહોંચાડી દીધી હતી. જોકે શ્રીલંકાની બેટિંગમાં હજુ પણ યુવા ખેલાડીની લાઈન અપ સાથે બિનઅનુભવી જણાઈ રહી છે. તેવામાં આ મેચ શ્રીલંકા માટે કરો અથવા મરોના જંગ સમાન રહેશે.

પિચ રિપોર્ટ
ભારત અને શ્રીલંકા વચ્ચે બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ ધર્મશાલામાં રમાવા જઈ રહી છે. તેવામાં અહીંની પિચ શરૂઆતની ઓવરમાં ફાસ્ટ બોલર્સ માટે મદદરૂપ રહેશે. તો બીજી બાજુ પેસ બોલિંગ સામે એકવાર સેટ થયા પછી અહીં બેટર સારા સ્કોર કરી શકે છે. જોકે અહીં પણ બીજી ઈનિંગમાં ઝાકળની સમસ્યા સામે આવતી હોવાથી આ મેચમાં ‘ઈટ્સ ગૂડ ટોસ ટૂ લૂઝ’ પણ કહી શકાય.

IND vs SL, હેટ ટુ હેડ- T20

  • ઓવરઓલ- 23 મેચ
  • ઈન્ડિયા- 15 જીત
  • શ્રીલંકા – 7 જીત
  • રિઝલ્ટ ન આવ્યું હોય – 1

ટીમ ઈન્ડિયાની સતત 10મી જીત
ભારતે પહેલી T20માં શ્રીલંકાને એકતરફી મેચમાં 62 રનથી હરાવ્યું છે. આની સાથે જ રોહિત એન્ડ ટીમે 3 મેચની સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. ઉલ્લેખનીય છે કે ભારતની આ T20 ફોર્મેટની સતત 10મી જીત છે. આની સાથે જ ઈન્ડિયાએ પાકિસ્તાનનો સળંગ 9 જીતનો રેકોર્ડ તોડી દીધો છે. તેવામાં જો ભારત આ સિરીઝમાં શ્રીલંકાનો વ્હાઈટવોશ કરશે તો અફઘાનિસ્તાનની 12 જીતના રેકોર્ડની બરાબરી કરી લેશે.

Leave a Reply

Your email address will not be published.