28/01/2023

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "


Warning: sprintf(): Too few arguments in /home/gujaratb/domains/gujaratbureau.com/public_html/wp-content/themes/newsphere/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 254

ભારતના મેડીકલ સ્ટુડન્ટસને સલામતી માટે ટયુબ સ્ટેશન્સમાં ફેરવાયા

હાલ અમને ઘરની બહાર નીકળવા દેતા નથી, અહીં ચારેબાજુ બ્લાસ્ટ થઈ રહ્યા છે. બહુ ડર લાગી રહ્યો છે. અહીંથી સરહદ થોડા કિલોમીટર જ દૂર છે. રાત્રે સેનાના હેલિકોપ્ટર નીકળે છે. ઠંડી અને અંધારાને લીધે ખબર પડતી નથી કે, કોનું હેલિકોપ્ટર છે. અહીં માર્ગો પરથી કેટલીક ટેન્ક પણ નીકળે છે. હેલિકોપ્ટરની ઊંચાઈ ઘણી ઓછી હોય છે અને લોકો ડરે છે. રહેવા માટે એક માત્ર બંકર જ છે. આ 24 કલાક કેમ પસાર કર્યા એ મારુ મન જાણે છે, એકબીજા માથે સુઈ રાત પસાર કરી, ચિપ્સ અને બિસ્કિટથી પેટ ભર્યું’ આ આપવીતી છે યુદ્ધની વચ્ચે બંકરોમાં છૂપાયેલા ભારતીય વિદ્યાર્થી હર્ષ સોનીની… ઉલ્લેખનીય છે કે, યુક્રેનના ઓડેસા શહેરમાં ફસાયેલા 2 હજાર ભારતીયોનું લિસ્ટ દિવ્ય ભાસ્કર પાસે છે. જેમાં બંકરોમાં છૂપાયેલા 2000 લોકોમાં 100 ગુજરાતીઓ પણ છે.

ભારતીયોની લાંબી લાઈનો લાગી છે
રશિયાએ યુક્રેન પર હુમલો કર્યા બાદ યુક્રેનમાં ગયેલા અન્ય દેશોના નાગરિકો પોતાના દેશમાં પરત ફરી રહ્યા છે, ત્યારે અનેક ભારતીય નાગરિકો અને વિદ્યાર્થીઓ યુક્રેન ભણવા ગયા હતા તે ત્યાં ફસાયા છે. ગુજરાતના પણ અનેક રાજકોટ, ગોંડલ, વડોદરા સહિતના શહેરોના વિદ્યાર્થીઓ ત્યાં ફસાયા છે. બીજી તરફ યુક્રેનમાં ખરીદી માટે પડાપડી થઈ રહી છે, ઉપરાંત ભારતીય એમ્બેસી બહાર પણ ભારતીયોની લાંબી લાઈનો લાગી છે. યુક્રેનમાં ફસાયેલા આવા જ રાજકોટના એક વિદ્યાર્થીએ દિવ્ય ભાસ્કર સાથે વાતચીત કરીને ત્યાંથી સ્થિતિનો ચિતાર આપ્યો હતો.

લોકો હવે ઘરોના બંકરો અને અન્ડરગ્રાઉન્ડમાં છે

લોકો હવે ઘરોના બંકરો અને અન્ડરગ્રાઉન્ડમાં છે

સમયાંતરે બ્લાસ્ટનો અવાજ આવી રહ્યો છે
યુક્રેનમાં ફસાયેલા મૂળ રાજકોટના વિદ્યાર્થી હર્ષ સોનીએ દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં જણાવ્યું હતું કે, અહીં પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે, શહેરના મોટાભાગના લોકો હવે ઘરોના બંકરો અને અન્ડરગ્રાઉન્ડમાં છે. જેઓએ હોસ્ટેલ ખાલી કરી છે. આ તમામ પાસે માત્ર 3-4 દિવસના ભોજનની વ્યવસ્થા છે. પરંતુ કંઈ રાંધી શકાતું નથી, આ લોકો ચિપ્સ, બિસ્કિટ અને પાણી પીને પેટ ભરી રહ્યા છે. બધે અંધારું છે, વીજળી નથી અને સમયાંતરે બ્લાસ્ટનો અવાજ આવી રહ્યો છે.

યુક્રેનમાં ગુજરાતી વિદ્યાર્થીઓ રહે છે ત્યાં બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે

યુક્રેનમાં ગુજરાતી વિદ્યાર્થીઓ રહે છે ત્યાં બોમ્બ બ્લાસ્ટ થઈ રહ્યા છે

અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ છે
ભારતીય વિદ્યાર્થીઓ પાસે હવે આ બંકરો સિવાય બીજું કોઈ સ્થાન નથી. રશિયાએ એરપોર્ટ પર પણ કબજો કરી લીધો છે અને ભારતીય દૂતાવાસનો પણ સંપર્ક થઈ શકતો નથી. બતાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે સ્થિતિ કાબૂમાં છે. પરંતુ સત્ય એ છે કે અહીં સ્થિતિ ખૂબ જ ખરાબ છે.

રશિયાના હેલિકોપ્ટરનો કાફલો જોવા મળ્યો હતો.

ગુજરાતી વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા
રાજકોટના હર્ષ સોની સાથે અન્ય 3 ગુજરાતી વિદ્યાર્થીઓ છે જેમાં દ્રષ્ટિ નાવલે, જાનવી ઠક્કર અને પાર્થ પટેલ છે. આ ચારેય લોકો યુક્રેન MBBSનો અભ્યાસ કરવા ગયા હતા. પરંતુ અત્યારે યુદ્ધની સ્થિતિમાં વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે. અત્યારે તમામ ફ્લાઇટ પણ રદ થઈ છે. જેથી તેઓ પરત આવી શકતા નથી માટે વતન પરત આવવા વીડિયો દ્વારા મદદ માગી છે.

આ હેલ્પલાઈન પર ફોન અને ઇમેલ કરી શકાશે
ભારત સરકાર દ્વારા યુક્રેન ક્રાઈસિસ અંગે યુક્રેન સ્થિત ભારતીય નાગરિકો માટે માહિતી માટે ખાસ હેલ્પલાઈન શરુ કરી છે. જેમાં દિલ્હી સ્થિત કંટ્રોલ રૂમના +911123012113, +911123014104, +911123017905 તેમજ 1800118797 પર ફોન અથવા situationonroom@mea.gov.in પર ઈમેલ કરી શકાશે. યુક્રેન સ્થિત ભારતીય દૂતાવાસમાં મદદ માટે +380997300428, +380997300483 નંબર પર ફોન તેમજ cons1.kviv@mea.gov.in પર મેઈલ કરી શકાશે. ગુજરાત રાજ્ય બિન નિવાસી પ્રતિસ્થાન ગાંધીનગર દ્વારા માહિતી માટે ફોન નંબર 079-232 51312 તેમજ 079 232 51316 જારી કરાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *