01/10/2022

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "


Warning: sprintf(): Too few arguments in /home/gujaratb/domains/gujaratbureau.com/public_html/wp-content/themes/newsphere/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 254

મહારાષ્ટ્ર સરકારના મંત્રી અને NCP નેતા નવાબ મલિકની ધરપકડ ; ઉદ્ધવ સરકાર આવતીકાલે મુંબઈમાં વિરોધ પ્રદર્શન કરશે

બુધવારે વહેલી સવારથી ચાલી રહેલ પૂછપરછ બાદ અંતે બપોરે પ્રવર્તન નિર્દેશાલય(ED)એ મહારાષ્ટ્ર્ના મંત્રી અને એનસીપી નેતા નવાબ મલિકની ધરપકડ કરી છે.

દાઉદના ભાઈએ ઈકબાલે ઈડીની પૂછરપછમાં નેશનલ કોંગ્રેસ પાર્ટીના નેતા મલિકનું નામ લેતા સમગ્ર ગાળિયો ઈડીએ હવે મલિક પર કસ્યો છે તેમની ધરપકડ કરવામાં આવી છે. 

મહારાષ્ટ્ર સરકારના મંત્રી નવાબ મલિકની ઈડી દ્વારા આજે વહેલી સવારથી પૂછપરછ શરુ કરવામાં આવી હતી અને તેના પગલે મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

આજે સવારથી તેમની પૂછપરછ ચાલી રહી છે. આ પૂછપરછ કુર્લા ખાતેની તેમની જમીનના સંદર્ભમાં છે.જેને નવાબ મલિકે બહુ સસ્તા ભાવે વર્ષો પહેલા ખરીદી હતી.

આ પહેલા પૂર્વ સીએમ અને ભાજપના નેતા ફડનવીસ નવાબ મલિક પર આરોપ લગાવી ચુકયા છે કે, મલિક પરિવારે આ જમીન ની કિંમત સાડા ત્રણ કરોડ રુપિયા બતાવી હતી.જેથી સ્ટેમ્પ ડ્યુટી ઓછી ભરવી પડે.આ જમીન મલિકે અન્ડરવર્લ્ડના લોકો પાસેથી ખરીદી છે.

સૂત્રોના કહેવા પ્રમાણે દાઉદ ઈબ્રાહીમની મની લોન્ડરિંગના મામલામાં પૂછપરછ કરવામાં આવી રહી છે.કેટલાક દિસ પહેલા ઈડીએ દાઉદના ભાઈ ઈકબાલ કાસકરની પૂછપરછ માટે અટકાયત કરી હતી અને હવે નવાબ મલિકની પૂછપરછ થઈ રહી છે.

આજે સવારે ચાર વાગ્યે જ ઈડીના અધિકારીઓ નવાબ મલિકના ઘરે પહોંચ્યા હતા અને તેમને પૂછપરછ માટે ઈડી ઓફિસે લઈ ગયા હતા.

દરમિયાન શિવસેના સાંસદ સંજય રાઉદે કહ્યુ છે કે, જે પણ ભાજપ તેમજ કેન્દ્ર સરકાર સામે અવાજ ઉઠાવે છે તેમને કેન્દ્રની તપાસ એજન્સીઓ ડરાવતી હોય છે.મારો સવાલ એ છે કે, માત્ર મહારાષ્ટ્ર સરકારમાં સામેલ નેતાઓ પર જ કેમ કાર્યવાહી થઈ રહી છે…મને ખબર છે કે, નવાબ મલિક ઘરે પાછા આવી જશે.જોકે 2024 પછી ભાજપના નેતાઓની પણ તપાસ થશે.

રાઉતે કહ્યુ હતુ કે, આવનારા દિવસોમાં હું ભાજપના નેતાઓ અને અધિકારીઓનો ખુલાસો કરીશ.એ માટે ભલે મારે ભારે કિંમત ચુકાવવી પડે.

Leave a Reply

Your email address will not be published.