રશિયા-યુક્રેન વિવાદ પર એક્શનમાં અમેરિકા, બાઇડેને પ્રતિબંધ લગાવવાની કરી જાહેરાત

રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધની સ્થિતિ બનેલી છે. આ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેને મહત્વનું નિવેદન આપ્યું છે. બાઇડેને કહ્યુ કે, અમારી પાસે અનેક પ્રકારના પગલા છે, જે ભરવામાં આવશે. આ સાથે બાઇડેને કહ્યુ કે અમેરિકા પ્રતિબંધ પણ લગાવશે.
યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા વિવાદ સતત વધી રહ્યો છે. પુતિને પૂર્વી યુક્રેનના બે ક્ષેત્રોને અલગ રાજ્ય જાહેર કર્યા બાદ વિશ્વમાં હલચલ મચી ગઈ છે. રશિયા-યુક્રેન સંકટ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડેને સંબોધન કર્યું છે. યુક્રેન-રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવ પર બાઇડેને કહ્યું કે સ્થિતિ પર અમારી નજર છે. સ્થિતિનું આકલન કર્યા બાદ અમે પગલા ભરવા જઈ રહ્યાં છીએ.
અમેરિકાના રાષ્ટ્રપતિએ કહ્યુ કે, અમારા તરફથી રક્ષાત્મક પગલા ઉઠાવવામાં આવી રહ્યાં છે. બે રશિયન નાણાકીય સંસ્થાઓ પર પ્રતિબંધ લગાવવાની જાહેરાત કરતા બાઇડેને કહ્યુ કે રશિયા, પશ્ચિમી દેશોની સાથે વધુ વ્યાપાર કરી શકશે નહીં. અમારી પાસે અનેક પગલા છે, જે ભરવામાં આવશે.
વ્હાઇટ હાઉસ તરફથી જાહેર એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, રશિયાએ પૂર્વી યુક્રેનમાં સૈનિકોને જે રીતે તૈનાત કરી રાખ્યા છે, તે કોઈ આક્રમણ કરવાની જેમ છે. પરંતુ અમેરિકા શરૂઆતમાં આ શબ્દનો ઉપયોગ કરવાનું ટાળી રહ્યું હતું.
અમેરિકાએ કહ્યું- આ રશિયાનો યુક્રેનમાં નવો હુમલો
તો અમેરિકાના પ્રમુખ ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જોન ફિનરે કહ્યુ કે, અમને લાગે છે કે આ આક્રમણની શરૂઆત છે. કારણ કે આ યુક્રેનમાં રશિયાનો નવો હુમલો છે. તેમણે કહ્યું કે, આ માત્ર એક હુમલો છે અને રશિયા આ ચાલ ચાલી રહ્યું છે.