સેન્સેક્સ 149 અંક ઘટ્યો, નિફ્ટી 17206 પર બંધ; સન ફાર્મા, ટીસીએસના શેર ઘટ્યા


- વિપ્રો, ઈન્ફોસિસ, પાવર ગ્રીડ કોર્પ, ICICI બેન્ક, HDFC બેન્કના શેર વધ્યા
ભારતીય શેરબજારો સપ્તાહના પ્રથમ દિવસે ઘટીને બંધ રહ્યાં હતા. સેન્સેક્સ 149 અંક ઘટી 57683 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 70 અંક ઘટી 17206 પર બંધ રહ્યો હતો.
સન ફાર્મા, TCS, અલ્ટ્રાટેક સિમેન્ટના શેર ઘટ્યા
સેન્સેક્સ પર સન ફાર્મા, ટીસીએસ, ITC, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટેક મહિન્દ્રા સહિતના શેર ઘટીને બંધ રહ્યાં હતા. સન ફાર્મા 2.39 ટકા ઘટી 842.95 પર બંધ રહ્યો હતો. TCS 1.96 ટકા ઘટી 3720.25 પર બંધ રહ્યો હતો. જોકે વિપ્રો, ઈન્ફોસિસ, પાવર ગ્રીડ કોર્પ, ICICI બેન્ક, HDFC બેન્ક સહિતના શેર વધીને બંધ રહ્યાં હતા. વિપ્રો 1.45 ટકા વધી 570.65 પર બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 1.38 ટકા વધી 1730.60 પર બંધ રહ્યો હતો.