વડા પ્રધાન નરેન્દ્ર મોદી છઠ્ઠી માર્ચે પુણેમાં મેટ્રોનું ઉદ્ઘાટન કરશે


વડા પ્રધાન નરેન્દ્ર મોદી આગામી છઠ્ઠી માર્ચે પુણેની મુલાકાત દરમિયાન અનેક વિકાસ યોજનાઓ અને મેટ્રો- રેલનું ઉદ્ઘાટન કરશે એવું જાણવા મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે પુણે મેટ્રોરેલના બે તબક્કાનું કામ પૂર્ણ થઇ ગયું છે, એટલે વડા પ્રધાન મેટ્રોરેલને લીલી ઝંડી દેખાડશે. આ ઉપરાંત ૧૦૦૦ ઘરની લોટરી પણ તેમના હસ્તે બહાર પાડવામાં આવશે. આ સિવાય નદીતટ વિકાસ પ્રોજેક્ટ પણ નરેન્દ્ર મોદીના હસ્તે કાર્યાન્વિત થાય એવી ધારણા છે.
પુણેવાસીઓ મેટ્રો- રેલના ઉદ્ઘાટનની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યાં છે. પુણેનો વિસ્તાર અને વસતી વધવા જાય છે એ જોતા લોકોને ઝડપી અવરજવર માટે મેટ્રો ખૂબ ઉપયોગી નીવડશે.