28/01/2023

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "


Warning: sprintf(): Too few arguments in /home/gujaratb/domains/gujaratbureau.com/public_html/wp-content/themes/newsphere/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 254

રાજકોટને પટેલ સરકારમાં મળી પર્યાવરણની મંજૂરી, અમદાવાદ રિવરફ્રન્ટ-નવી સંસદ બનાવનાર કરશે ડિઝાઈન

  • ટૂંક સમયમાં જ નગરજનોને પર્યટન-આનંદપ્રમોદનું સ્થળ મળશે
  • અમદાવાદની એજન્સીને વર્ક ઓર્ડર અપાયો, ડ્રેનેજ રોકવાનું કામ ચાલુ

અમદાવાદની સાબરમતી નદીના બેઉ કાંઠે બનેલા રમણીય રિવરફ્રન્ટને જોઈને દરેક રાજકોટવાસીના મનમાં વર્ષોથી એક જ સવાલ થઈ રહ્યો છે કે રાજકોટમાં આજી નદીના કાંઠે આવો રિવરફ્રન્ટ ક્યારે બનશે? જોકે આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટની બ્લૂ પ્રિન્ટ તૈયાર થઈ ચૂકી છે, પરંતુ આશરે રૂ. 1181 કરોડના અંદાજિત ખર્ચે આકાર પામનારો આ પ્રોજેક્ટ એન્વાયર્નમેન્ટલ ક્લિયરન્સ એટલે કે પર્યાવરણની મંજૂરી માટે રાહ જોઈને ઊભો હતો. જોકે રૂપાણી સરકારમાં શક્ય ન બનેલું કાર્ય પટેલ સરકારે શક્ય બનાવ્યું છે. પોલ્યુશન બોર્ડની 87 ક્વેરી મ્યુનિ.એ દૂર કરતા રાજ્ય સરકારે એન્વાયર્નમેન્ટ ક્લિયરન્સ આપ્યું છે. તેમજ અમદાવાદની એજન્સીને વર્ક ઓર્ડર પણ અપાઈ ગયો છે.

આ પ્રોજેક્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ એચ.સી.પી.ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડની નિયુક્તિ કરવામાં આવી છે. બિમલ પટેલની HCP ડિઝાઇન અમદાવાદ રિવરફ્રન્ટ અને નવા સંસદ ભવનની ડિઝાઈન કરી ચૂકી છે.

મેયર ડો.પ્રદિપ ડવે મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજુઆત કરી
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે 17 ફેબ્રુઆરી 2022ના રોજ એન્વાયરમેન્ટ ક્લિયરન્સ મળ્યું છે. મેયર ડો.પ્રદિપ ડવને એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ મળતા આજી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટની કામગીરી હાથ ધરાશે. હાલ આજી નદીમાં ગંદુ પાણી વહેતું બંધ થાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ઇન્ટરસેપ્ટર સીવર લાઈનની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત આજી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે જરૂરી એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ માટે સ્ટેટ એક્સપર્ટ એપ્રાઈઝલ કમિટી (SEAC) સમક્ષ 20 ઓગસ્ટ 2021થી સર્ટિફિકેટ મળવા માટે સબમિટ કરાયેલ. જેના અનુસંધાને કમિટી દ્વારા જરૂરી સુધારા વધારા કરવા જણાવ્યું હતું. આ અંગે એજન્સી દ્વારા પૂર્તતા કરી કમિટીમાં રજુ કરેલા એન્વાયરમેન્ટ ક્લિયરન્સ વહેલાસર મળે તે માટે મેયર ડો.પ્રદિપ ડવે મુખ્યમંત્રીને રૂબરૂ મળી રજુઆત કરી હતી.

ત્રણ ફેઇઝમાં કામગીરી કરવામા આવી રહી છે
SACEના ચેરમેન એચ.કે. દાસને પણ અવાર નવાર ટેલિફોનિક દ્વારા રજુઆત કરી હતી. જેના અનુસંધાને SACEની મિટીંગ 20 જાન્યુઆરી 2022ના રોજ મળી હતી. જેમાં રાજકોટ મહાનગરપાલિકાને આજી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ માટે એન્વાયરમેન્ટ ક્લિયરન્સ સર્ટિફિકેટ માટેનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કમિટીના અનુસંધાને 17 ફેબ્રુઆરીના રોજ ક્લિયરન્સ સર્ટિફિકેટનો હુકમ થઈ ગયો હતો. મેયર ડો.પ્રદિપ ડવે જણાવ્યું હતું કે, આજી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ અંગે રાજકોટ શહેરમાંથી પસાર થતી આજી નદીનાં શુદ્ધિકરણ તથા વિકાસનાં આયોજન અંગે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ એચ.સી.પી. ડીઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લીમીટેડ, અમદાવાદની 5 માર્ચ 2014થી વર્ક ઓર્ડર આપવામાં આવ્યો છે. જેની ત્રણ ફેઇઝમાં કામગીરી કરવામા આવી રહી છે.

હાલ પહેલા તબક્કાનું કામ ચાલે છે
દિવ્ય ભાસ્કર સાથેની એક્સક્લૂઝિવ વાતચીતમાં મ્યુનિ. કમિશનર અમિત અરોરાએ જણાવ્યું હતું કે અત્યારે આપણે ઇન્ટરસેપ્ટર લાઇન જે ડ્રેનેજ રોકવા માટેનું કામ છે એ ચાલી રહ્યું છે. નદીની એક બાજુએ આ કામ ચાલી રહ્યું છે. આમાં અંદાજે 20 કરોડનો ખર્ચ છે. એમાં ખાસ કરીને ડ્રેનેજ નદીમાં ન થાય એને ધ્યાને લઇને કામ કરવામાં આવી રહ્યું છે. નદીની અંદર પુલ ક્રોસિંગનાં કામો હતાં એ સોલ્વ થઈ ગયાં છે. અંદર કામ કરવા માટે આપણું ડિઝાઇનિંગનું કામ ચાલુ છે.

આશરે રૂ.1 હજાર કરોડથી વધુના ખર્ચે નિર્માણ પામશે
આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 1181 કરોડ છે, જેમાં ચાલુ નાણાકીય વર્ષ 2021–22 અંતર્ગત સરકાર પાસે રૂા.191 કરોડની માગણી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં ડ્રેનેજની ઈન્ટરસેપ્ટર લાઈન માટે 47 કરોડ, આજી નદીની બન્ને બાજુએ દીવાલ અને એન્ટ્રી માટે રૂ.312 કરોડ, વોટર રિપ્લેસમેન્ટ નેટવર્ક માટે 2.90 કરોડ, આજી નદીની બન્ને બાજુએ નવા રસ્તાના નેટવર્ક માટે 53.90 કરોડ સહિત કુલ 146.85 કરોડના ખર્ચનો અંદાજ છે.

કન્ટિજન્સી ખર્ચ સહિત 416.85 કરોડનો ખર્ચ થશે
મુખ્ય કામો ઉપરાંત અન્ય કન્ટિજન્સી ખર્ચ સહિત 416.85 કરોડનો ખર્ચ થશે. આ ઉપરાંત રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગતના વિવિધ પ્રોજેક્ટ માટે થનારા ખર્ચમાં સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, નદીની સફાઈ, બેરેજબ્રિજના બાંધકામ, 70 મીટરની લંબાઈના 6 ચેકડેમોના બાંધકામ, વોક–વે, પેડેસ્ટ્રિયન બ્રિજ, નદી કાંઠે નવા બગીચા, રામનાથ મહાદેવ મંદિર વિકાસ, નવી માર્કેટ, જૂની નદીની દીવાલોનું મજબૂતીકરણ સહિતના આનુષંગિક કામો હાથ ધરવાનાં રહે છે.

પ્રથમ તબક્કાનું આયોજન

  • આજી નદીની બંને તરફ આર.સી.સી રિટેઈનિંગ વોલ
  • નદીની બંને તરફ ડ્રેનેજ ઈન્ટરસેપ્ટર સીવરનું કામ
  • આનુષંગિક જરૂરી રોડ નેટવર્કનું કામ
  • નદીમાં થયેલાં દબાણો દૂર કરાયાં
  • પહોળાઇ પ્રમાણે દીવાલનું કામ પૂર્ણ કરાયું
  • ચુનારાવાડ પાસે નવા હાઇ-લેવલ બ્રિજનું કામ પૂર્ણ
  • નદીની પૂર્વ-પશ્ચિમે ઈન્ટરસેપ્ટર સીવર લાઈનનું કામ ચાલુ

ટૂંક સમયમાં જ નગરજનોને પર્યટન-આનંદપ્રમોદનું સ્થળ મળશે
રાજકોટમાં આજી રિવરફ્રન્ટ બનાવવાની આશા ફરી જાગી છે. આ અંગે મેયર ડો.પ્રદીપ ડવે જણાવ્યું હતું કે આજી રિવરફ્રન્ટ તરીકે વિકસિત કરવા સરકાર દ્વારા આજી નદીનો 11 કિ.મી. જગ્યા રાજકોટ મહાનગરપાલિકાને સુપરત કરવામાં આવી છે. આજી રિવરફ્રન્ટ પ્રોજેક્ટ થતાં શહેરના નગરજનોને પ્રવાસન, પર્યટન, આનંદ, પ્રમોદ અને ફરવાલાયક સ્થળ મળશે. આ ડેવલપમેન્ટ માટે પ્રથામિક તબક્કા નીચે આજી નદીની બંને તરફ આર.સી.સી. રિટેઇનિંગ વોલ તથા આજી નદીમાં ગંદું પાણી જતું બંધ થાય, બંને તરફ ડ્રેનેજ ઇન્ટરસેપ્ટર સીવર કામ હાથ ધરવામાં આવ્યું છે. પર્યાવરણ વિભાગ દ્વારા છેલ્લે 87 જેટલી ક્વેરી કાઢવામાં આવી હતી.

આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની ત્રણ ફેઝમાં કામગીરી
રાજકોટ શહેરમાંથી પસાર થતી આજી નદીના શુદ્ધીકરણ તથા વિકાસનાં આયોજન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ માટે માસ્ટર પ્લાન તૈયાર કરવા માટે કન્સલ્ટન્ટ એચ.સી.પી.ડિઝાઇન પ્લાનિંગ એન્ડ મેનેજમેન્ટ પ્રા. લિમિટેડ, અમદાવાદની નિમૂણક કરવામાં આવી છે, જેની ત્રણ ફેઝમાં કામગીરી કરવામા આવી રહી છે.

આ ત્રણ ફેઝમાં કામગીરી
1. પ્રોજેક્ટનો ફિઝિબિલિટી સ્ટડી
2. રાજ્યના વિભાગોમાંથી મંજૂરી
3. ફાઈનલ માસ્ટર પ્લાન-ટેન્ડરિંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *