21/05/2022

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "


Warning: sprintf(): Too few arguments in /home/gujaratb/domains/gujaratbureau.com/public_html/wp-content/themes/newsphere/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 254

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગના હેડ ડૉ.કમલેશ ઉપાધ્યાય સામે તપાસ સમિતિની રચના

– રેસિડેન્ટ ડોક્ટરોએ માગ કરી હતી કે સરકાર કમિટી બદલીને નવા સભ્યોની નિમણૂક કરે

બી.જે મેડીકલ કોલેજ, સિવિલ હોસ્પિટલ અમદાવાદના જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા 8 ડિસેમ્બર 2021ની રજૂઆત અન્વયેથી ડો. કમલેશ ઉપાધ્યાય પ્રાધ્યાપક અને વિભાગના વડા મેડીસીન વિરુદ્ધ તથા ડો. કમલેશ ઉપાધ્યાયે જુનિયર ડોક્ટર એસોસિએશનના લીડર અને રેસીડન્ટ ડોક્ટર વિરુદ્ધ 10 ડિસેમ્બર 2021ની અરજીથી રજુઆત કરેલી જે અંગે કચેરીના આદેશ અન્વયેથી ડો. નંદીની દેસાઈ ડીન, એમ.પી. શાહ મેડીકલ કોલેજ જામનગર અને ડો. હેમંત મહેતા ડીન સરકારી મેડીકલ કોલેજ ભાવનગરની બે સભ્યની કમિટીની રચના કરવામાં આવી હતી.

આ કચેરીના આદેશ અન્વયેથી રચાયેલી કમિટીના સભ્ય ડો. નંદીની દેસાઈ દ્વારા કરાયેલી રજૂઆત અન્વયે ડો. આર. જી. ઐયર, તબીબી અધિક્ષક, એસ.એસ.જી હોસ્પિટલ વડોદરા અને રૂતંભરા મહેતા, ડીન સરકારી મેડીકલ કોલેજ સુરતનો વધુ બે સભ્યનો ઉક્ત કમિટીમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. 

રેસીડેન્ટ ડોક્ટર એસોસિએશન દ્વારા ડો. કમલેશ ઉપાધ્યાય વિરુદ્ધ આરોગ્ય મંત્રી સમક્ષ રજૂઆત કરી જે અન્વયે આઈ.એન.સોલંકી અને સી.એમ. ગોહિલ નિવૃત નાયબ સચિવનો ઉક્ત કમિટીમાં વધુ 2 સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

જુનિયર ડોક્ટર એસોસિએશન દ્વારા આરોગ્ય મંત્રી સમક્ષ કરેલી રજૂઆત તેમજ મુદ્દાઓની નિષ્પક્ષ, તટસ્થ અને ન્યાયી તપાસ થઈ શકે તે હેતુસર આ કચેરીના રચાયેલી કમિટીના સભ્યો ડો. નંદીની દેસાઈ, ડો. હેમંત મેહતા, ડો આર.જી.ઐયર, ડો.રૂતુંભરા મહેતાના નામ કમિટીમાંથી રદ કરવામાં આવે છે અને ફેરફાર કરી નીચે મુજબની કમિટીની રચના કરવામાં આવે છે.

1. આઈ.એન.સોલંકી

નિવૃત નાયબ સચિવ અને પેનલ પરના તપાસ અધિકારી

2. સી.એમ.ગોહીલ

નિવૃત નાયબ સચિવ અને પનલ પરના તપાસ અધિકારી

3. ડો. નિમેષ વર્મા

પ્રાધ્યાક અને વડા સર્જરી વિભાગ, સરકારી મેડીકલ કોલેજ, સુરત.

ઉક્ત તપાસ સમિતિએ તપાસ કરી 30 દિવસમાં અહેવાલ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. 

ઉલ્લેખનીય છે કે અસારવા સિવિલ હોસ્પિટલમાં મેડિસિન વિભાગના વિવાદાસ્પદ એચઓડી ડો. કમલેશ ઉપાધ્યાય સામે માનસિક ત્રાસ ગુજારવાના આક્ષેપ સાથે રેસિડેન્ટ ડોક્ટરો 17મી ફેબ્રુઆરીથી હડતાળ પર ઉતર્યા છે, ડોક્ટરો રૂટીન અને ઈમરજન્સી સેવાથી અળગા રહ્યા છે, જેના કારણે સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published.