01/10/2022

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "


Warning: sprintf(): Too few arguments in /home/gujaratb/domains/gujaratbureau.com/public_html/wp-content/themes/newsphere/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 254

તલાટી કમ મંત્રીની ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ બે દિવસ લંબાવાઈ, હવે 17 ફેબ્રુઆરી સુધી ફોર્મ ભરી શકાશે

ગુજરાત સરકારની તલાટી કમ મંત્રીની ભરતી માટેની અરજી કરવાની અંતિમ તારીખની મુદત લંબાવવામાં આવી છે. હવે આ ફોર્મ 17મી ફેબ્રુઆરી સુધી અને પરીક્ષાની ફી 21 ફેબ્રુઆરી સુધી ભરી શકાશે. આ પહેલા અરજી કરવાની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી હતી, જેમાં હવે વધુ બે દિવસની મુદત આપવામાં આવી છે. આ જાહેરાત શ્રમ રોજગાર મંત્રી બ્રિજેશ મેરજાએ કરી હતી જેના કારણે અરજદારોને રાહત થશે.

અગાઉ વિદ્યાર્થી સેનાના રાષ્ટ્રીય- આતંરરાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ દેસાઈએ જણાવ્યું છે કે, ‘તલાટી કમ મંત્રીની ભરતીનાં ઓનલાઈન અરજી ફોર્મ ભરવામાં ટેકનિકલ ખામી સર્જાતાં લાખો ઉમેદવારો અરજી કરી શક્યા નથી. અરજી કરવાની અંતિમ તારીખ 15 ફેબ્રુઆરી છે, પરંતુ ઉમેદવારોના હિતને ધ્યાનમાં રાખીને આ ટેકનિકલ ખામીને દૂર કરીને અરજી કરવાની અંતિમ મુદત લંબાવવા માટેની માગણી કરાઈ છે.

ભરતીના ફોર્મની તારીખ લંબાવવા અંગે બહાર પડાયેલું નોટિફિકેશન

ભરતીના ફોર્મની તારીખ લંબાવવા અંગે બહાર પડાયેલું નોટિફિકેશન

કેટલી જગ્યાઓ પર ભરતી થશે?
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા પંચાયત સેવા વર્ગ-3 તલાટી કમ મંત્રી (ગ્રામ પંચાયત સેક્રેટરી)ની જગ્યાઓ પર સીધી ભરતી માટે નોટિફિકેશન બહાર પડાયું છે. તેના મુજબ 3,437 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં સામાન્ય ક્વોટાની 1557, EWSની 331, OBC માટે 851, SC ઉમેદવારો માટે 259 તથા ST ઉમેદવારો માટે 439 જગ્યા અનામત રાખવામાં આવી છે. ઉપરાંત દિવ્યાંગ ઉમેદવારો માટે 251 અને પૂર્વ સૈનિકો માટે 330 જગ્યા અનામત છે.

શૈક્ષણિક લાયકાત શું રહેશે?
ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા આપેલી જાહેરાત મુજબ ઉમેદવાર પાસે માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાનું પાસ થયાનું પ્રમાણપત્ર હોવું જોઈએ. આ ઉપરાંત ઉમેદવાર પાસે કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન હોવું જોઈએ. ઉમેદવારનું ગુજરાતી અને હિન્દી બંને ભાષા પર પ્રભુત્વ હોવું જોઈએ.

ક્યાંથી અરજી કરી શકાશે?
ભરતી માટે અરજી કરવા ઈચ્છતા ઉમેદવારોએ https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા.28-1-2022 (બપોરના 1 વાગ્યાથી ) થી તા.15-2-2022 (સમય રાતના 11-59 કલાક સુધી ) દરમિયાન ઓનલાઇન અરજી કરવાની રહેશે. ઓનલાઇન અરજી કરતી વખતે ઉમેદવારે કોઇ પણ પ્રમાણપત્રો જોડવાના (અપલોડ કરવાના) નથી. પરંતુ ઓનલાઇન અરજી કરતી વખતે પ્રમાણપત્રોમાંની વિગતો મુજબ ઓનલાઇન અરજીમાં અરજદારે સમગ્ર વિગતો ભરવાની રહે છે. જ્યારે જનરલ કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયા ફી ચૂકવવાની રહેશે.

વયમર્યાદા અને પગાર ધોરણ શું હશે?
જાહેરાતમાં જણાવ્યા મુજબ ઉમેદવારની ઉમર 18 વર્ષથી ઓછી ના હોવી જોઈએ તથા 36 વર્ષથી વધુ ના હોવી જોઈએ. આ ઉપરાંત મૂળ ગજુરાતના હોય તેવા અનામત કેટેગરીના, ઉમેદવારો તથા તમામ મહિલા, શારીરિક અશકતતા ધરાવતા ઉમેદવાર તેમજ માજી સૈનિક ઉમેદવારોને ઉ૫લી વયમયામદામાં નિયમોનુસાર 45 વર્ષ સુધી છૂટછાટ આ૫વામાં આવશે. તથા પસંદગી પામનાર ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે 19950 ફિક્સ પગાર અપાશે. તેમજ ઠરાવથી નિયત થયેલ અન્ય લાભો મળશે.

Leave a Reply

Your email address will not be published.