કંગના રનૌતે ગંગૂબાઈને નેહરૂ સાથે જોડીને કરી વિવાદાસ્પદ ટિપ્પણી, ડીલિટેડ પોસ્ટ વાયરલ

અભિનેત્રી કંગના રનૌતે આલિયા ભટ્ટની અપકમિંગ ફિલ્મ ગંગૂબાઈ કાઠિયાવાડી પર એક વિવાદાસ્પદ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરી હતી. પોસ્ટમાં તેણે એક પ્રોસ્ટિટ્યુટની બાયોપિકનું બાળકો પાસે પ્રમોશન કરાવવા મામલે ચિંતા વ્યક્ત કરી હતી. આ મામલે કંગનાએ બે ઈન્સ્ટા પોસ્ટ કરી હતી. એક પોસ્ટમાં તેણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂ અંગે વિવાદાસ્પદ કોમેન્ટ પણ કરી હતી. જોકે બાદમાં પોસ્ટ ડીલિટ કરી દીધી હતી.
બીજી પોસ્ટમાં તેણે એક બાળકીના વાયરલ વીડિયોને લઈ નારાજગી દર્શાવી હતી. તેણે સવાલ કર્યો હતો કે, શું એક બાળકીએ મોઢામાં બીડી દબાવીને આવા ભદ્દા ડાયલોગ્સ બોલવા જોઈએ? આ પોસ્ટમાં તેણે સ્મૃતિ ઈરાનીને પણ ટેગ કર્યા હતા.

બાળકીના વીડિયો પર ભડકી કંગના
કંગનાએ ઈન્સ્ટાગ્રામ પર એક બાળકીના વાયરલ વીડિયો મામલે સવાલ કર્યો છે. બાળકી આલિયા ભટ્ટની ફિલ્મ ગંગૂબાઈના ગેટઅપમાં ફિલ્મનો ડાયલોગ બોલી હતી. કંગનાએ લખ્યું હતું કે, શું આ બાળકીએ મોઢામાં બીડી રાખીને તથા ભંગાર અને ભદ્દા ડાયલોગ બોલીને સેક્સ વર્કરની નકલ ઉતારવી જોઈએ? જરા આની બોડી લેન્ગવેજ તો જુઓ, શું આ ઉંમરે તેને સેક્સ્યુઅલાઈઝ કરવી યોગ્ય છે? સેંકડો બાળકો છે જેમનો આવી રીતે ઉપયોગ થઈ રહ્યો છે. આ સાથે જ કંગનાએ મહિલા અને બાળવિકાસ મંત્રી સ્મૃતિ ઈરાનીને ટેગ કર્યા હતા. કંગનાએ ઈન્સ્ટા પર પૂર્વ વડાપ્રધાન અંગે વિવાદાસ્પદ કોમેન્ટ કરી હતી જેને બાદમાં ડીલિટ કરી હતી.
નેહરૂ અંગે લખ્યું કે..

કંગનાએ લખ્યું હતું કે, સરકારે એવા તમામ પેરેન્ટ્સ વિરૂદ્ધ એક્શન લેવી જોઈએ જેઓ નાની ઉંમરના બાળકોને મશહૂર વેશ્યા અને એવી દલાલની બાયોપિક પ્રમોટ કરવા માટે સેક્સ્યુઅલાઈઝ કરી રહ્યા છે જેણે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરૂને છોકરીઓ સપ્લાય કરીને પાવર મેળવ્યો હતો. તેમાં સ્મૃતિ ઈરાનીને ટેગ કરીને એક્શન લેવા માટે કહ્યું હતું.
કંગનાએ આ પોસ્ટ બદલીને ફરી લખ્યું હતું કે, હવે ઉર્દુવુડ નોટંકીઓ વડે વધારે પૈસા નથી કમાઈ શકતું એટલે કદાચ હવે દેહવ્યાપાર પર ફોકસ કરવા માગે છે. ઈચ્છે છે કે, તમારી નાનકડી બાળકી મોઢામાં બીડી દબાવીને સેક્સ વર્કર/ક્રીમિનલના માફક વ્યવહાર કરે.