01/10/2022

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "


Warning: sprintf(): Too few arguments in /home/gujaratb/domains/gujaratbureau.com/public_html/wp-content/themes/newsphere/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 254

અમદાવાદમાં રૂ.50 હજારથી વધુનો પ્રોપર્ટી ટેક્સ બાકી હશે તેમની મિલકતો સીલ કરવાની ઝુંબેશ શરૂ થશે, ચેક રીટર્ન થશે તો નોટિસ અપાશે

  • સીલ થયેલી મિલકતોના ફોટો પાડી રાખવામાં આવશે, ચેકિંગ દરમિયાન સીલ ખુલ્લું હશે તો પોલીસ ફરિયાદ થશે
  • રૂ.1 લાખથી કે તેનાથી વધુ રકમ બાકી હોય તેવા પ્રોપર્ટી ટેક્સધારકોને નોટિસ આપશે, ત્રણ દિવસમાં ટેક્સની રકમ નહિ ભરે તો તેઓની મિલકત સીલ થશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રૂ.એક લાખ કે તેનાથી વધુની રકમ બાકી હોય તો તેઓની મિલકત સિલિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ સિલિંગ ઝુંબેશ માટે આજે રેવન્યુ મળેલી કમિટિમાં એક SOP નક્કી કરવામાં આવી છે. રેવન્યુ કમિટિ ચેરમેન જૈનિક વકીલે જણાવ્યું હતું કે રૂ. 1 લાખથી કે તેનાથી વધુ રકમ બાકી હોય તેવા પ્રોપર્ટી ટેક્સધારકોને છેલ્લી ચેતવણીની નોટિસ પાઠવવામાં આવે છે. ત્રણ દિવસમાં ટેક્સની રકમ નહિ ભરે તો તેઓની મિલકત સિલિંગ કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. જે મિલકતો સીલ કરવામાં આવે છે તેના ફોટા લેવામાં આવશે અને રેગ્યુલર ચકાસણી કરવામાં આવશે જો કોઈ કરદાતા સીલ સાથે ચેડા કરે તો તેઓની સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. છેલ્લા 11 દિવસમાં શહેરમાં રૂ. 1 લાખથી વધુનો બાકી ટેક્સ હોય એવી 2751 મિલકતો સીલ કરવામાં આવી છે.

ચેક રીટર્ન થશે તો કલમ 138 હેઠળ નોટિસ અપાશે
વોર્ડ લેવલે થયેલ સીલીંગની કાર્યવાહીનું ઝોનના ઉચ્ચ અધિકારી સ્તરે Random verification” પણ કરવામાં આવશે અને જો કોઈ અનિયમિતતા ધ્યાને આવે તો જવાબદારની સામે કાર્યવાહી પણ કરવામાં આવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે હવે પછી રૂ. 50 હજારથી ઉપર બાકી મિલકતોની સામે પણ સીલીંગની કાર્યવાહી હાથ ધરાશે. જે પણ ટેક્સધારકો દ્વારા હવે ટેક્સની રકમની ચેક કોઈ કારણસર રીટર્ન થાય તો તેઓ સામે કલમ 138 હેઠળ નોટિસ આપી પોલીસ ફરિયાદ દાખલ કરવા કાર્યવાહી કરવામાં આવશે.

રેવન્યુ કમિટિ ચેરમેન, જૈનિક વકીલ AMC

જૂની ફોર્મ્યુલામાં બાકી વ્યાજના 100 ટકા માફીનો લાભ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાહેર કરેલ ઇનસેન્ટીવ રીબેટ સ્કીમ દરમ્યાન ટેક્સધારકો મહત્તમ વ્યાજ માફીનો લાભ મેળવી શકે છે. સીલીંગ સુધીના કડક પગલાંઓથી બચવા તેમજ વ્યાજની રકમમાં મહત્તમ રીબેટ મેળવવા તમામ કરદાતાઓને બાકી ટેક્ષની રકમ તાકીદના ધોરણે ભરવા અપીલ કરવામાં આવે છે. ટેક્સધારકો માટે માર્ચ 2022 સુધી ઇનસેન્ટીવ રીબેટ યોજના શરૂ કરી છે જેમાં જો ટેક્સધારકો તમામ બાકી રકમ એક સાથે ભરપાઇ કરે તો તે જૂની ફોર્મ્યુલામાં બાકી વ્યાજના 100 ટકા તથા નવી ફોર્મ્યુલા એરીયર્સમાં બાકી વ્યાજમાં 55 ટકા વ્યાજ માફીનો લાભ મેળવી શકે છે. જો એક સાથે તમામ રકમ ભરપાઇ ન કરે તો તેના 50 ટકા રકમ ડાઉનપેમેન્ટ અને બાકી 50 ટકા રકમના એડવાન્સ ચેક 31 માર્ચ સુધીના લઇ સીલ ખોલી આપવામાં આવે છે. પરંતુ બે હપ્તામાં આ રીતે ટેક્સ પેમેન્ટ કરશે તો તેઓ વ્યાજ માફીનો લાભ મેળવી શકશે.

Leave a Reply

Your email address will not be published.