IPL Auction : દીપક ચહર (14 કરોડ) CSKમાં પાછો ફર્યો, ઈશાન કિશન 15.25 કરોડમાં વેચાયો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ના મેગા ઓક્શનનો આજે પહેલો દિવસ છે. બેંગલુરૂ ખાતે હોટેલ આઈટીસી ગાર્ડેનિયામાં આજે 161 ખેલાડીઓ માટે બોલીની શરૂઆત થઈ ગઈ છે. હરાજી દરમિયાન ઓક્શનર હ્યૂજ એડમીડ્સ બ્લડ પ્રેશર લો થઈ જવાના કારણે સ્ટેજ પરથી ઢળી પડ્યા હતા. ત્યાર બાદ બપોરના 3:30 વાગ્યા સુધી ઓક્શન રોકી દેવામાં આવેલ અને પ્રો કબડ્ડી લીગના ડિરેક્ટર ચારૂ શર્મા જેઓ ભારતીય કોમેન્ટેટર પણ છે તેમણે કમાન સંભાળી લીધી. પહેલા દિવસના ઓક્શન સાથે સંકળાયેલી અપડેટ માટે અમારા સાથે જોડાયેલા રહો.
– એડમ જામ્પાઃ અનસોલ્ડ
– કુલદીપ યાદવ, 2 કરોડ, દિલ્હી કેપિટલ્સ
– આદિલ રશીદ, મુજીબ ઉર રહમાન, ઈમરાન તાહિર અનસોલ્ડ રહ્યા
– મુસ્તફિજુર રહમાનને દિલ્હી કેપિટલ્સે બેઝ પ્રાઈસ 2 કરોડમાં ખરીદ્યો
– શાર્દુલ ઠાકુરઃ 10.75 કરોડ, દિલ્હી કેપિટલ્સ
– ભુવનેશ્વર કુમારઃ 4.20 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ
– માર્ક વુડઃ 7.5 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ
– જોશ હેજલવુડઃ 7.75 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
– લોકી ફર્ગ્યૂસનઃ 10 કરોડ, ગુજરાત ટાઈટન્સ
– પ્રસિદ્ધ કૃષ્ણાઃ 10 કરોડ, રાજસ્થાન રોયલ્સ
નિકોલસ પૂરનઃ 10.75 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ
– ઋદ્ધિમાન સાહા અને સૈમ બિલિંગ્સ અનસોલ્ડ રહ્યા
– દિનેશ કાર્તિકઃ 5.50 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
– જૉની બેયરસ્ટોઃ 6.75 કરોડ, પંજાબ કિંગ્સ
– ઈશાન કિશનઃ 2 કરોડની બેઝ પ્રાઈસ સામે સ્ફોટક બેટ્સમેનને 15.25 કરોડમાં મુંબઈ ઈન્ડિયન્સે ખરીદ્યો. યુવરાજ સિંહ (16 કરોડ) બાદ સૌથી મોંઘો સ્વદેશી ખેલાડી બન્યો ઈશાન.

– અંબાતી રાયુડૂઃ 6.75 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ
– મૈથ્યૂ વેડઃ અનસોલ્ડ
વિકેટકીપર, બેટ્સમેન પર બોલીની શરૂઆત
હવે વિકેટકીપર બેટ્સમેન પર બોલી લાગી રહી છે. તેમાં જૉની બેયરસ્ટો, સૈમ બિલિંગ્સ, દિનેશ કાર્તિક, ઈશાન કિશન, નિકોલસ પૂરન, અંબાતી રાયુડૂ, ઋદ્ધિમાન સાહા, મૈથ્યૂ વેડ જેવા ખેલાડીઓનો સમાવેશ થાય છે.
– મોહમ્મદ નબીઃ અનસોલ્ડ, બેઝ પ્રાઈસ 1 કરોડ
– મિચેલ માર્શઃ 6. 50 કરોડ, દિલ્હી કેપિટલ્સ
– કૃણાલ પંડ્યાઃ ગુજરાત ટાઈટન્સની 8 કરોડની બોલીની સામે લખનૌ સુપર જાયન્ટ્સે 8.25 કરોડમાં ઓલરાઉન્ડર કૃણાલ પાંડ્યાને ખરીદ્યો
– વૉશિંગ્ટન સુંદરઃ 8.75 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ
– વાનિંદુ હસારંગાઃ 10.75 કરોડ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
– દીપક હુડ્ડા: હુડ્ડાને 75 લાખની બેઝ પ્રાઈસની સામે લખનૌ સુપરજાયન્ટસે 5.75 કરોડમાં ખરીદ્યો
– હર્ષલ પટેલ: ગુજરાતી ખેલાડીને ખરીદવા ગુજરાતની ટીમે જ બોલી ન લગાવી. 2 કરોડની બેઝ પ્રાઈસ સામે 10.75 કરોડમાં ખરીદાયો હર્ષલ, ફરી RCB પાસે આવ્યો ઓલરાઉન્ડર
– શાકિબ અલ હસનઃ કોઈ ખરીદાર ન મળ્યો
– જેસન હોલ્ડર: હોલ્ડરને લખનૌ સુપર જાયન્ટસે 8.75 કરોડમાં ખરીદ્યો
– નીતિશ રાણા: KKRના નીતિશ રાણાને ફરી KKRએ જ 8 કરોડમાં ખરીદ્યો
– ડ્વેન બ્રાવો: નટખટ ખેલાડી બ્રાવો 2 કરોડની બેઝ પ્રાઈસની સામે 4.40 કરોડમાં ખરીદાયો, CSK પાસે જ આવ્યો ઈન્ડિઝ ઓલરાઉન્ડર
– સ્ટિવ સ્મીથ: ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટિવ સ્મીથને 2 કરોડની બેઝ પ્રાઈસની સામે કોઈ ખરીદાર ન મળ્યા. પ્રથમ રાઉન્ડને અંતે અનસોલ્ડ રહ્યાં
– સુરેશ રૈના: 2 કરોડની બેઝ પ્રાઈસમાં Mr. IPLને કોઈ ખરીદાર ન મળ્યો
– દેવદત્ત પડિકલઃ 2 કરોડની બેઝ પ્રાઈસની સામે પડિકલને રાજસ્થાન અને મુંબઈ વચ્ચે ભારે સ્પર્ધા બાદ 7.75 કરોડમાં રાજસ્થાન રોયલે ખરીદ્યો
– ડેવિડ મિલર અનસોલ્ડ
– જેસોન રોયઃ ગુજરાત ટાઈટન્સે 2 કરોડની બેઝ પ્રાઈસમાં ખરીદ્યો
– રૉબિન ઉથપ્પાઃ કોઈ ખરીદદાર ન મળ્યું, બેઝ પ્રાઈસ રૂ. 2 કરોડમાં CSKએ રિટેન કર્યો
– શિમરન હેટમાયરઃ 8.5 કરોડ, રાજસ્થાન રોયલ્સ

– મનીષ પાંડેઃ 4.60 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ
– ઉમેશ યાદવઃ અનસોલ્ડ
– દીપક ચહરઃ 14 કરોડ, ચેન્નાઈ સુપર કિંગ્સ
– ટી નટરાજનઃ 4 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ
– કે એસ ભરત : 2 કરોડ, દિલ્હી કેપિટલ્સ
– અનુજ રાવત : 3.40 કરોડ,રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
– પ્રભસિમરન સિંહ : 60 લાખ, પંજાબ કિંગ્સ
– શેલ્ડન જેકશન ઃ 60 લાખ, કેકેઆર
– જીતેશ શર્મા : 20 લાખ પંજાબ કિંગ
– બેસિલ થંપી : 30 લાખ, મુંબઈ ઇન્ડિયન્સ
– કાર્તિક ત્યાગી : 4 કરોડ, સનરાઈઝર્સ હૈદરાબાદ
– આકાશ દીપ : 20 લાખ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
– આસિફ કે એમ ઃ 20 લાખ, ચેન્નાઈ સુપર કિંગ્સ
– આવેશ ખાન ઃ 10 કરોડ, લખનૌ સુપર જાયન્ટ્સ
– ઇશાન પોરેલ ઃ 25 લાખ, પંજાબ કિંગ્સ
– તુષાર દેશપાંડે ઃ 20 લાખ, ચેન્નાઈ સુપર કિંગ્સ
– અંકિત રાજપૂત ઃ 50 લાખ, લખનૌ સુપર જાયન્ટ્સ
– નૂર અહમદ ઃ 30 લાખ, ગુજરાત ટાઈટન્સ
– મુરગન અશ્વિન ઃ 1.60 કરોડ, મુંબઈ ઇન્ડિયન્સ
– કેસી કરિયપ્પા ઃ 30 લાખ, રાજસ્થાન રોયલ્સ
– શ્રેયસ ગોપાલ ઃ 75 લાખ, સનરાઈઝર્સ હૈદરાબાદ
– જગદીશ સુચિત ઃ 20 લાખ, સનરાઈઝર્સ હૈદરાબાદ
– આર સાઈ કિશોર ઃ 3 કરોડ, ગુજરાત ટાઈટન્સ
હરાજીમાં અત્યાર સુધીમાં કુલ 8 ખેલાડીઓ અનસોલ્ડ રહ્યા
3 બેટ્સમેન, 2 ઓલરાઉન્ડર, 3 વિકેટકીપર
આજની હરાજીમાં સૌથી યંગેસ્ટ અનસોલ્ડ સૈમ બિલિંગ્સ
ભારત અને ઓસ્ટ્રેલિયાના 2-2 ખેલાડીઓ જ્યારે અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકાના 1-1 ખેલાડી અનસોલ્ડ રહ્યા