2 હજાર કરોડનું ડ્રગ્સ મધદરિયેથી પકડાયું:NCB અને ઇન્ડિયન નેવીએ ગુજરાતના દરિયામાંથી કરોડોનું ડ્રગ્સ ઝડપ્યું, પહેલીવાર HIGH SEAમાં આ પ્રકારનું ઓપેરશન હાથ ધરાયું

NCB અને ઇન્ડિયન નેવીએ સાથે મળીને ઓપરેશન પાર પાડ્યું
મધદરિયામાં આ પ્રકારનું પ્રથમવાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. NCBને આ પ્રકારનું ડ્રગ ટ્રાફિકિંગ થતું હોવાની માહિતી મળી હતી. જેને નેવલ ઇન્ટેલિઝન્સ યુનિટને જાણ કરવામાં આવી હતી. જેને પગલે બન્ને એજન્સીએ સાથે મળીને આ ઓપરેશન પાર પાડ્યું હતું. પોરબંદરના દરિયામાંથી આટલો મોટો જથ્થો ઝડપવામાં આવ્યો છે. ડ્રગ્સનો જે જથ્થો પકડાયો છે તે પાડોસી દેશોમાંથી દરિયાઇ માર્ગે ભારત અને બીજા દેશોમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે.
ડ્રગ્સ માફિયાઓની નજર ગુજરાતના દરિયાઈ માર્ગ પર
ભારતમાં અત્યાર સુધી કાશ્મીર અને પંજાબની સરહદ પરથી ડ્રગ્સ ઘુસાડાતું હતું. પરંતુ, આ બંને સરહદો સીલ કરી દેવાતા ડ્રગ્સ માફિયાઓ હવે ડ્રગ્સ ઘુસાડવા માટે ગુજરાતના દરિયાઈ માર્ગ પર પસંદગી ઉતારી હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કારણ કે, ગુજરાતમાં છેલ્લા ચાર પાંચ વર્ષ દરમિયાન મોટાપ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાઈ ચૂક્યો છે.

મધદરિયામાં આ પ્રકારનું પ્રથમવાર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
વર્ષ 2017ના જુલાઈ મહિનામાં ગુજરાતના દરિયામાં વેપારી જહાજમાંથી 1500 કિલો હેરોઈન જપ્ત કરવામા આવ્યું હતું.
વર્ષ 2018ના ઓગસ્ટ મહિનામાં જામ સલાયાના બે શખ્સો 5 કિલો હેરોઈન સાથે ઝડપાયા હતા. જેની તપાસમાં પાકિસાતનથી 100 કિલો હેરોઈન ભારતમા ઘુસાડવામા આવ્યાનો ખુલાસો થયો હતો.
જાન્યુઆરી 2020માં માછીમારી બોટમાંથી 175 કરોડની કિંમતના 35 કિલો હેરોઈન સાથે 5 પાકિસ્તાની ઝડપાયા હતા
એપ્રિલ 2021માં 150 કરોડની કિંમતના 30 કિલો હેરોઈન સાથે આઠ પાકિસ્તાનીઓ બોટ સાથે ઝડપાયા હતા.