રાત્રિ કરફયૂના કલક અમલ વચ્ચે ઓઢવ,નારોલ, નિકોલમાં રૃ.1.85 લાખની ચોરી


અમદાવાદના પૂર્વમાં કહેવાતા રાત્રિ કરફયૂના કડક અમલના દાવા વચ્ચે ચોરીના બનાવો વધી રહ્યા છે. ઓઢવ, નિકોલ અને નારોલમાં રૃા. ૧.૮૫ લાખની મત્તાની ચોરી થઇ હતી. જેમાં ઓઢવમાં પરિવાજનો લગ્ન પ્રસંગે ગયા હતા અને તસ્કરોએ મકાનના તાળા તોડીને ઘરમાંથી ૧.૩૨ લાખની મતાની ચોરી કરી હતી.
નારોલમાં પાર્ટી પ્લોટ પાસે પાર્ક કરેલી કારના કાચ તોડી રૃ.૪૧ હજારની ચોરી, નિકોલમાં ફેકટરીમાં રૃ. ૯૨ હજારની ચોરી
આ કેસની વિગત એવી છે કે ઓઢવ આદિનાથનગર પાસે દિપાલીનગર સામે આવેલી આશારામ પાર્ક સોસાયટીમાં રહેતા અરજીતસિંહવિક્રમસિંહ સોલંકીએ ઓઢવ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવી છે કે તા.૮ના રોજ તેમના વતન લુણાવાડા ખાતે લગ્ન પ્રસંગ હોવાથી તેઓ સહ પરિવાર ત્યાં ગયા હતા. દરમિયાન મકાનના દરવાજાનું તાળુ તોડીને અજાણી વ્યક્તિ ઘૂસીને તિજોરી તોડીને તેમાંથી સોના ચાંદીના મળી કુલ ૧,૩૨,૫૦૦ની કિંમતના દાગીનાની ચોરી કરી હતી.
બીજી ઘટનામાં રાજકોટ બાયપાસ સુરેન્દ્રનગર ખાતે ગણેશ ફાટસર પાસે કંકુપાર્ક સોસાયટીમાં રહેતા મુકેશભાઈ જયમાલભાઇ વાઘેલાએ નારોલ પોલીસ સ્ટશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૨૪ જાન્યુઆરીના રોજ રાતના સમયે નારોલ વટવા કેનાલ પાસે ઝરણા પાટી પ્લોટ પાસે કાર પાર્ક કરી હતી જેના કાચ તોડીને તસ્કરો કારમાંથી બેગની ચોરીને જતા રહ્યા હતા બેગમાં સોનાની વિંટી સહિત કુલ રૃા. ૪૦,૭૫૧ના દાગીના હતા. તેમજ નરોડા હરિદર્શન રોડ ઉપર શ્મામ કુટીર ફ્લેટમાં રહેતા મેહુલભાઇ અરવિંદભાઇ સવસાણીએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે તા. ૨ના રોજ એસપી રિંગ રોડ ઉપર શ્રીનાથ સાર્થક એસ્ટેટમાંથી રૃા. ૨૦૦૦ની પાણીની મોટર અને પ્લાસ્ટીકના હેન્ડલ બનાવવાની ડાઇ નંગ-૩ સહિત કુલ રૃ ા. ૯૨,૦૦૦ની મત્તાની ચોરી થઇ હતી.