01/10/2022

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "


Warning: sprintf(): Too few arguments in /home/gujaratb/domains/gujaratbureau.com/public_html/wp-content/themes/newsphere/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 254

ઉદ્યોગપતિનું 83 વર્ષની વયે નિધન:રાહુલ બજાજ 50 વર્ષ સુધી બજાજ ગ્રુપના ચેરમેન રહ્યા; 2001માં મળ્યું હતું પદ્મભૂષણ સન્માન

દેશના જાણીતા ઉદ્યોગપતિ રાહુલ બજાજનું શનિવારે 83 વર્ષની વયે અવસાન થયું હતું. તેમણે આશરે પાંચ દાયકા સુધી બજાજ ગ્રુપનું નેતૃત્વ સંભાળ્યું હતું. બજાજ ગ્રુપના વિકાસમાં તેમનું અમૂલ્ય યોગદાન રહ્યું હતું.

રાહુલ બજાજને વર્ષ 2001માં ભારત સરકારે ઉદ્યોગ અને વ્યાપારક્ષેત્રમાં પદ્મભૂષણથી સન્માનિત કર્યા હતા. તેઓ રાજ્યસભાના સભ્ય પણ રહી ચૂક્યા હતા. રાહુલ બજાજને ”નાઈટ ઓફ ધ નેશનલ અવૉર્ડ ઓફ ધ લીજન ઓફ ઓનર” નામના ફ્રાંસના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

1965માં બજાજ ગ્રુપની જવાબદારી સંભાળેલી
રાહુલ બજાજે વર્ષ 1965માં બજાજ ગ્રુપની જવાબદારી સંભાળી હતી. તેમના નેતૃત્વમાં બજાજ ઓટોનું ટર્નઓવર 7.2 કરોડથી 12 હજાર કરોડ સુધી પહોંચ્યું અને એ સ્કૂટરનું વેચાણ કરનારી દેશની અગ્રણી કંપની બની ગઈ હતી. વર્ષ 2005માં રાહુલના દીકરા રાજીવને કંપનીનું સુકાનની શરૂઆત કરી હતી. ત્યારે તેમણે રાજીવને બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર બનાવ્યા હતા, ત્યાર બાદ ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રીઝમાં કંપનીના પ્રોડક્ટની માગ ઘરેલુ ઉપરાંત આંતરરાષ્ટ્રીય બજાર સુધી પહોંચી ગઈ હતી.

યુવાન રાહુલ બજાજ (જમણી બાજુ) વર્ષ 1959માં રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની સાથે. ફોટો- બજાજ ગ્રુપ.

ગયા વર્ષે આપ્યું હતું ચેરમેનપદ પરથી રાજીનામું
દિગ્ગજ ઉદ્યોગપતિ રાહુલ બજાજે ગયા વર્ષે 29મી એપ્રિલના રોજ બજાજ ઓટોના ચેરમેનપદ પરથી રાજીનામું આપ્યું હતું. તેમની વધતી ઉંમરને જોતાં આ પદ છોડ્યું હતું. ત્યારે રાહુલ બજાજે કંપનીના ચેરમેન એમિરેટ્સની ભૂમિકા ભજવી હતી. બજાજ ઓટોના બોર્ડમાં ડિરેક્ટર નીરજ બજાજ કંપનીના નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન બન્યા હતા.

ગેરેજ શેડમાં બનાવ્યું હતું પ્રથમ બજાજ સ્કૂટર
દેશની દ્વિ-ચક્રિય બ્રાન્ડ બજારનાં મૂળિયાં સ્વતંત્રતા સંગ્રામ સુધી જોડાયેલાં છે. જમનાલાલ બજાજ (1889-1942) તેમના યુગના યથસ્વી ઉદ્યોગપતિ હતા, જેમણે સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લીધો હતો. આઝાદીની લડાઈ સમયે મહાત્મા ગાંધીના ‘ભામાશા’ હતા. વર્ષ 1926માં તેમણે ટ્રેડિંગ કરવા માટે તેમને દત્તક લેનારા શેઠ બછરાજના નામથી એક કંપની બછરાજ એન્ડ કંપની બનાવી હતી. વર્ષ 1942માં 53 વર્ષની ઉંમરમાં તેમના અવસાન બાદ તેમના જમાઈ રામેશ્વર નેવટિયા અને બે દીકરા કમલનયન તથા રામકૃષ્ણ બજાજે બછરાજ ટ્રેડિંગ કોર્પોરેશનની સ્થાપના કરી હતી.

વર્ષ 1948માં તેમની કંપનીએ આયાત કરાયેલા પુરજામાંથી એસેમ્બલ્ડ ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર લોંચ કર્યું હતું. પ્રથમ બજાજ વેસ્પા સ્કૂટર ગુડગાંવના એક ગેરેજ શેડમાં તૈયાર કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ બછરાજ ટ્રેડિંગ કોર્પોરેશનને કુર્લામાં મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપ્યો હતો, એ બાદમાં આકુરડીમાં શિફ્ટ કરવામાં આવેલો. અહીં ફિરોદિયાજની ભાગીદારીમાં બજાજ પરિવારે ટૂ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહન બનાવવા માટે અલગ-અલગ પ્લાન્ટ્સ સ્થાપ્યા. વર્ષ 1960માં કંપનીનું નામ બજાજ ઓટો થયું.

બજાજનું બૂકિંગ નંબર વેચીને લોકોએ લાખો રૂપિયાની કમાણી કરી
ઓછા મૂલ્ય અને ઓછા જાળવણી સાથે નાના પરિવાર અને નાના ટ્રેડર્સ માટે ખૂબ જ ઉપયુક્ત બજાજ બ્રાન્ડ વેસ્પા સ્કૂટર ખૂબ જ જલદીથી લોકપ્રિય બની ગયું અને 70 તથા 80ના દાયકામાં બજાજ સ્કૂટર ખરીદવા લોકો 15થી 20 વર્ષ રાહ જોવી પડતી હતી. અનેક લોકોએ તે સમયમાં બજાજ સ્કૂટરના બૂકિંગ નંબરનું વેચાણ કરીને લાખો રૂપિયાની કમાણી કરી લીધી હતી.

પદ્મ ભૂષણ અને ફ્રાંસનું સર્વોચ્ચ નાગરિક સન્માન પ્રાપ્ત થયેલા

વર્ષ 2001માં રાહુલ બજાજને રાષ્ટ્રપતિ કેઆર નારાયણે પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કર્યાં હતા

વર્ષ 2001માં ઉદ્યોગ અને વ્યાપાર ક્ષેત્રમાં પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ‘નાઈટ ઓફ ધ નેશનલ ઓર્ડર ઓફ ધ લીજર ઓફ ઓનર’નામનો ફ્રાન્સનું સર્વોચ્ચ નાગરિક સન્માન મળ્યું હતું. તેઓ વર્ષ 2006થી 2010 વચ્ચે રાજ્યસભાના સભ્ય પણ રહી ચુક્યા હતા. વર્ષ 1979-80 અને વર્ષ 1999-2000માં બે વખત રાહુલ બજાજ ભારતીય ઉદ્યોગ પરિસંઘ (CII)ના અધ્યક્ષ રહી ચુક્યા હતા. ભારતના તે સમયના રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્ચીએ તેમને વર્ષ 2017માં લાઈફટાઈમ અચીવમેન્ટ માટે CII રાષ્ટ્રપતિ પુરસ્કાર આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published.