અમદાવાદમાં કોરોનાના નવા ૬૧૮ કેસ,ત્રણ સંક્રમિત દર્દીના નિપજેલા મોત


અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેરમાં દૈનિક કેસોમાં આજે ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 546 અને જિલ્લામાં 14 મળીને 560 નવા કેસ નોંધાયા છે. જે છેલ્લા 7 દિવસમાં 57 ટકાનો ઘટાડો છે. અગાઉ 5 ફેબ્રુઆરીએ 1484 કેસ નોંધાયા હતા, જે બાદ અઠવાડિયામાં 800થી વધુ કેસ ઘટ્યા છે. ઉપરાંત શહેર એક દિવસમાં 5 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. જ્યારે શહેર અને જિલ્લા બંનેમાં મળીને 1474 દર્દીઓ આજે ડિસ્ચાર્જ થયા હતા.
ફેબ્રુઆરીના 12 દિવસમાં 77 મોત
શહેર આજે 5 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. 1લી ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ 77 દર્દીના કોરોનાથી મોત થયા છે. 2-3 ફેબ્રુઆરીએ સતત 10-10 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા. શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3 લાખ 81 હજાર 872 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 3 લાખ 70 હજાર 744 દર્દી સાજા થઈ ગયા છે અને મૃત્યુઆંક વધીને 3600 થયો છે.
1લી જાન્યુઆરીથી શહેર અને જિલ્લામાં આવેલા પોઝિટિવ કેસ, મોત અને ડિસ્ચાર્જના આંક
1 જાન્યુઆરી | 559 | 0 | 28 |
2 જાન્યુઆરી | 404 | 0 | 45 |
3 જાન્યુઆરી | 643 | 0 | 36 |
4 જાન્યુઆરી | 1,314 | 0 | 72 |
5 જાન્યુઆરી | 1,660 | 0 | 62 |
6 જાન્યુઆરી | 1,865 | 0 | 545 |
7 જાન્યુઆરી | 2,311 | 0 | 584 |
8 જાન્યુઆરી | 2567 | 0 | 566 |
9 જાન્યુઆરી | 2519 | 0 | 410 |
10 જાન્યુઆરી | 1,912 | 0 | 655 |
11 જાન્યુઆરી | 2,903 | 0 | 1,314 |
12 જાન્યુઆરી | 3,904 | 0 | 1,664 |
13 જાન્યુઆરી | 3,754 | 1 | 1,849 |
14 જાન્યુઆરી | 3,164 | 0 | 2,342 |
15 જાન્યુઆરી | 2666 | 2 | 2,481 |
16 જાન્યુઆરી | 3315 | 2 | 2,535 |
17 જાન્યુઆરી | 4409 | 1 | 1,965 |
18 જાન્યુઆરી | 6078 | 3 | 2,908 |
19 જાન્યુઆરી | 8529 | 6 | 3,911 |
20 જાન્યુઆરી | 9958 | 7 | 3,712 |
21 જાન્યુઆરી | 8804 | 8 | 3,128 |
22 જાન્યુઆરી | 8332 | 6 | 2,708 |
23 જાન્યુઆરી | 6272 | 6 | 3,314 |
24 જાન્યુઆરી | 4441 | 6 | 4,480 |
25 જાન્યુઆરી | 5386 | 10 | 6102 |
26 જાન્યુઆરી | 5325 | 9 | 8512 |
27 જાન્યુઆરી | 4501 | 7 | 9,050 |
28 જાન્યુઆરી | 4124 | 7 | 8690 |
29 જાન્યુઆરી | 4,066 | 8 | 8256 |
30 જાન્યુઆરી | 3,653 | 9 | 6253 |
31 જાન્યુઆરી | 2,399 | 6 | 4433 |
01 ફેબ્રુઆરી | 2,702 | 8 | 5380 |
2 ફેબ્રુઆરી | 3368 | 10 | 5312 |
3 ફેબ્રુઆરી | 3165 | 10 | 4475 |
4 ફેબ્રુઆરી | 2,025 | 9 | 4158 |
5 ફેબ્રુઆરી | 1484 | 7 | 4020 |
6 ફેબ્રુઆરી | 1388 | 7 | 3499 |
7 ફેબ્રુઆરી | 959 | 7 | 2388 |
8 ફેબ્રુઆરી | 894 | 7 | 2683 |
9 ફેબ્રુઆરી | 986 | 7 | 3313 |
10 ફેબ્રુઆરી | 717 | 4 | 3156 |
11 ફેબ્રુઆરી | 633 | 3 | 2023 |
12 ફેબ્રુઆરી | 560 | 5 | 1474 |
કુલ | 140,618 | 188 | 134491 |