28/01/2023

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "


Warning: sprintf(): Too few arguments in /home/gujaratb/domains/gujaratbureau.com/public_html/wp-content/themes/newsphere/lib/breadcrumb-trail/inc/breadcrumbs.php on line 254

સંવેદનશીલ નિર્ણય:રાજ્ય સરકારનો કોરોનાના દર્દીઓને રાહત આપતો નિર્ણય, HRCT સીટી સ્કેનનો મહત્તમ ભાવ રૂ. 3000 નક્કી કરાયો

ગુજરાતભરમાં માતેલો સાંઢ બનીને જીવ લઈ રહેલા કોરોનાને કાબૂમાં કરવા રાજ્ય સરકારે ધડાધડ નિર્ણયો લેવાની શરૂઆત કરી છે. કોરોના સામેની જંગ જીતી શકીએ તે માટે આજે રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. ગુજરાત સરકારે સમગ્ર રાજ્યમાં કોરોનાના દર્દીઓ માટે આવશ્યક એવા સીટી સ્કેન- HRCT THORAXના પરિક્ષણનો મહત્તમ ભાવ રૂપિયા 3,000 નક્કી કર્યો છે. જેનો આજ(16 એપ્રિલ)થી જ સમગ્ર રાજ્યમાં આ ભાવ અમલી થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે કોર કમિટીની બેઠકમાં લેવાયેલા આ નિર્ણયની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે કોરોનાના દર્દીઓને સીટી સ્કેનની આવશ્યકતા ઊભી થાય છે, અને HRCT રિપોર્ટ કરાવવો પડે છે. રાજ્ય સરકારના ધ્યાને આવ્યું હતું કે, અલગ-અલગ શહેરોમાં કાર્યરત ડાયગ્નોસ્ટિક સેન્ટર મનફાવે તે રીતે દર્દીઓ પાસેથી ભાવો લે છે. કોરોનાના દર્દીઓને હાલાકી ન ભોગવવી પડે અને તેમની મુશ્કેલીઓમાં રાહત મળે તે હેતુથી ગુજરાત સરકારે સંવેદનશીલ અભિગમ દાખવીને તમામ ડાયગ્નોસ્ટિક સેન્ટર માટે HRCT સીટી સ્કેનના ભાવ રૂપિયા 3,000 નિયત કર્યા છે. ગુજરાતના કોઇપણ શહેરમાં કોઇપણ ડાયગ્નોસ્ટિક સેન્ટર કે લેબોરેટરી HRCT સીટી સ્કેન ના ભાવ રૂ. 3,000થી વધારે લેતા જણાશે કે જાણમાં આવશે તો તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

કોઈપણ ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવશો તો રેમડેસિવિર ઈન્જેક્શન મળશે
આ પહેલા 15 એપ્રિલે આરોગ્ય વિભાગે RT-PCR રિપોર્ટ સિવાય પણ કોવિડ પોઝિટિવ આવેલા દર્દીઓને સારવાર માટે રેમડેસિવિર ઈન્જેકશન આપવાનો નિર્ણય કર્યો હતો. આરોગ્ય વિભાગના નવા પરિપત્ર પ્રમાણે HRCT કે રેપિડ એન્ટીજન ટેસ્ટમાં પોઝિટિવ આવેલા દર્દીઓને પણ રેમડેસિવિર ઈન્જેક્શન અપાશે.

કોરોના ટેસ્ટિંગમાં કયા ઓપ્શન છે?

  • મુંબઈમાં પીડી હિન્દુજા હોસ્પિટલ એન્ડ મેડિકલ રિસર્ચ સેન્ટર, ખાર ફેસિલિટીના હેડ ક્રિટિકલ કેર ડો. ભરેશ ડેઢિયાની પાસે આરટી-પીસીઆર ટેસ્ટ ફેલ થવાની અલગ થિયરી છે. તેમની પાસે એના વિકલ્પ પણ છે. ડો. ડેઢિયા કહે છે કે આરટી-પીસીઆર ટેસ્ટ વાયરસના આરએનએને ડિટેક્ટ કરે છે. નવા વેરિયેન્ટમાં આરએનએમાં મોટો ફેરફાર થયો નથી. હાલના ટેસ્ટ વેરિયેન્ટ પણ પકડી શકે છે. સમસ્યા એ છે કે આરટી-પીસીઆર ટેસ્ટનો એફિકસી રેટ 60-70% છે, જેનો મતલબ છે કે 30-40% પોઝિટિવ કેસો નેગેટિવ રિઝલ્ટ આપી શકે છે. એ માન્યતા છે કે નવા વેરિયેન્ટસ આરટી-પીસીઆર ટેસ્ટમાં પકડાતા નથી. વેરિયેન્ટ પણ ડિટેક્ટ થઈ રહ્યા છે, પણ જો નથી થઈ રહ્યા તો એના માટે આરટી-પીસીઆરનો એક્યુરસી રેટ જવાબદાર છે.
  • તેઓ કહે છે કે અન્ય ટેસ્ટની વાત કરીએ તો રેપિડ એન્ટિજન ટેસ્ટનો એફિકસી રેટ 50-60% છે, જે આરટી-પીસીઆરથી ઘણો ઓછો છે. પ્રથમવારમાં આરટી-પીસીઆર ટેસ્ટમાં એફિકસી રેટ 60-70% છે, જ્યારે બે દિવસના અંતરે બીજી વાર ટેસ્ટ કરશો તો એફિકસી રેટ 80% હશે, એટલે કે ત્રણવાર ટેસ્ટ કરતાં સૌથી સચોટ પરિણામ મળશે. આમ છતાં સારું એ રહેશે કે લક્ષણ જોવા મળે ત્યારે એચઆર-સીટી ટેસ્ટ કરાવી લેવામાં આવે, જેનો એફિકસી રેટ 80% છે. અમારા જેવા મેડિકલ પ્રોફેશનલ્સ બ્લડ ટેસ્ટ પણ કરાવી રહ્યા છે, જેથી સાચી સ્થિતિનો ખ્યાલ આવી શકે.
  • ડોક્ટરો કહે છે કે જો તમને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી હોય, ઓક્સિજન સેચ્યુરેશન ઓછી હોય, તાવની સાથે શરદી-કફ હોય, ગંધ-સ્વાદ ન આવે તોપણ આરટી-પીસીઆર નેગેટિવ આવે તો નિશ્ચિંત થવાનું નથી. તત્કાળ કોઈ વિશેષજ્ઞને બતાવો. કોશિશ કરો કે જ્યાં સુધી બાકીની તપાસ ન થઈ જાય ત્યાં સુધી ખુદને આઈસોલેટ કરો. પરિવારજનો સાથે હળોમળો નહીં. શક્ય છે કે એચઆર-સીટી કે કોઈ બ્લડ ટેસ્ટથી ઈન્ફેક્શનની સ્થિતિ સ્પષ્ટ થઈ શકે. આ રીતે સાવધાની જ જીવલેણ બીમારીથી બચાવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *