01/10/2022

WWW.GUJARATBUREAU.COM

નીડર અને નિષ્પક્ષ સમાચારો ની સરવાણી એટલે " ગુજરાત બ્યુરો "

શહેર અને જિલ્લામાં કોરોનાના કેસનો આંકડો 2 હજારને પાર, પહેલીવાર 2,282 નવા કેસ અને 8 મહિના બાદ 23ના મોત

અમદાવાદ શહેર ફરીવાર કોરોના હોટસ્પોટ બન્યું છે અને ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે. શહેરમાં જેટગતિએ કોરોનાના કેસો વધી રહ્યા છે. શહેર અને જિલ્લામાં કોરોનાકાળમાં પહેલીવાર 2,282 કેસ નોંધાયા છે અને 435 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 23ના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક 2,489 પર પહોંચ્યો છે. 8 મહિના અગાઉ 31 જુલાઈએ 23 ના મોત નોંધાયા હતા.

12 એપ્રિલની સાંજથી 13 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 2251 અને જિલ્લામાં 31 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 411 અને જિલ્લામાં 24 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 87,114 થયો છે. જ્યારે 75,636 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

1 જાન્યુઆરીથી આ રીતે મૃત્યુ અને નવા દર્દીની વધઘટ રહી

અમદાવાદમાં ચાંદખેડાની ન્યૂ પરિમલ સોસાયટીમાં 112 અને રામોલમાં 152 મકાનો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં, નવા 31 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનનું સંપૂર્ણ લિસ્ટ

  • અમદાવાદમાં કોરોનાનો હાહાકાર મચી ગયો છે. હાલ 2200થી વધુ કેસ નોંધાવા લાગ્યા છે. જેને પગલે શહેરમાં માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પણ ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. હાલ 393 માઈક્રો કન્ટેનમેન્ટ ઝોન અમલી બન્યા છે, ત્યારે આજે વધુ 31 નવા ઝોન ઉમેરવામાં આવ્યા છે અને 17 ઝોનને મુક્ત કરવામાં આવ્યા છે.
  • રામોલ અને ચાંદખેડામાં કોરોનાનું સંક્રમણ હદ બહાર વધી રહ્યું છે. રામોલમાં ન્યૂ મણિનગર વિસ્તારમાં મહાદેવ રેસિડેન્સી વિભાગ-2માં બ્લોક A-1માં 90 મકાનો અને 360 લોકો તેમજ ચાંદખેડામાં ન્યૂ પરિમલ સોસાયટીમાં 112 મકાનો અને 560 લોકો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં મુકવામાં આવ્યાં છે.
  • નવા ઉમેરાયેલા ઝોનમાં અમદાવાદ સાઉથ વેસ્ટ ઝોનમાં વેજલપુર, નોર્થ ઝોનમાં સરસપુર સાઉથ ઝોનમાં વટવા,ઈસનપુર, ઘોડાસર, ખોખરા,દાણિલીમડા, વેસ્ટ ઝોનમાં નવરંગપુરા, વાસણા, ન્યૂ રાણિપ, ચાંદખેડા, નોર્થ વેસ્ટમાં ગોતા, બોડકદેવ, ચાંદલોડિયા, ઈસ્ટ ઝોનમાં વસ્ત્રાલ, ઓઢવ અને રામોલના વિસ્તારોનો માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

શહેરમાં ઓલટાઈમ હાઈ 2200થી વધુ કેસ

આજે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 2251 કેસ નોંધાયા છે. જ્યારે 411 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. જિલ્લાની વાત કરીએ તો નવા 31 કેસ નોંધાયા છે અને 24 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આજે છેલ્લા 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 23 લોકોનાં મોત નીપજ્યાં છે.

Leave a Reply

Your email address will not be published.